YouTube Shots New Feature: આજે YouTube એ સૌથી મોટું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. મુખ્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની સાથે YouTube શૉટ્સનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ઘણા લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે. ક્રિએટર્સની સુવિધા માટે YouTube પણ સમયાંતરે અપડેટ્સ આપતું રહે છે. તાજેતરમાં YouTube એ તેના શૉર્ટ્સ વિભાગને અપડેટ કર્યો છે. યુટ્યુબે શૉર્ટ્સ વીડિયોનો સમયગાળો વધાર્યો છે.


યુટ્યૂબે શૉર્ટ્સ વીડિયોનું વધાર્યુ ડ્યૂરેશન  
YouTube Shorts પર વીડિયો અપલૉડ કરનારા ક્રિએટર્સ હવે નવો અનુભવ મેળવવા જઈ રહ્યાં છે. યુટ્યુબે શૉટ્સ વીડિયોનો સમય વધાર્યો છે. શૉર્ટ્સ ક્રિએટર્સ 15 ઓક્ટોબરથી એક મિનિટને બદલે 3 મિનિટ સુધી વીડિયો બનાવી શકશે. યુટ્યુબે તેના સત્તાવાર બ્લૉગ પોસ્ટમાં આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી વીડિયો ક્રિએટર્સ યુટ્યુબથી શૉર્ટ્સની અવધિ વધારવાની માંગ કરી રહ્યા હતા.


આ વીડિયો પર જ એપ્લાય થશે નવું ફિચર 
યુટ્યુબનું આ લેટેસ્ટ અપડેટ માત્ર ચોરસ કે તેનાથી ઊંચા એસ્પેક્ટ રેશિયોમાં બનેલા વીડિયો પર જ લાગુ થશે. ક્રિએટર્સ તેમની ચેનલની પહોંચને બેસ્ટ બનાવવા માટે YouTube શૉટ્સ પર ટૂંકા-અંતરના વીડિયો શેર કરે છે. સર્જકો પણ જાહેરાતો અને પ્રચારો દ્વારા મોટી કમાણી કરે છે.


જાણો કેટલા દિવસ કરવો પડશે ઇન્તજાર 
આ ફિચરનું અપડેટ 15 ઓક્ટોબરે મળી શકે છે. મતલબ કે ક્રિએટર્સે હજુ થોડા દિવસો રાહ જોવી પડશે. વીડિયોનો સમયગાળો વધારવાની સાથે સાથે ફીડ પર કૉમેન્ટ્સનો પ્રીવ્યૂ પણ બતાવવામાં આવશે. આ ઉપરાંત કંપની ઘણી વધુ સુવિધાઓ પર કામ કરી રહી છે, જેમાં ક્લિપ્સ ઉમેરીને રિમિક્સ ક્લિપ્સ બનાવવાનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો


Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ