વિશ્વ શાકાહારી જાગૃતિ દિવસ નિમિત્તે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં એઈમ્સના કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસરના ડૉક્ટર સંજય રાયે જણાવ્યું હતું કે રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ ખાવાથી પેટ સંબંધિત રોગોનું જોખમ વધે છે. શાકાહારી ભોજનથી પેટના કેન્સરનો ખતરો ઓછો થાય છે.


ડોક્ટર્સ ફોરમ અને એનિમલ વેલફેર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે પેટના કેન્સરના કેસ વધી રહ્યા છે. તેમ છતાં વિકસિત દેશોની તુલનામાં ભારતમાં પેટનું કેન્સર ઓછું જોવા મળે છે. રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ વધુ ખાવાના કારણે વિકસિત દેશોમાં પેટ સંબંધિત કેન્સર વધુ સામાન્ય છે. આ કારણોસર ઘણા વિકસિત દેશોમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોલોરેક્ટલ કેન્સરની તપાસ શરૂ કરવામાં આવી છે.


જંતુનાશકોને લીધે શાકાહાર પણ હવે શુદ્ધ નથી


ફળો અને લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. પરંતુ જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે શાકાહાર પણ હવે શુદ્ધ નથી રહ્યું. ભૂગર્ભ જળમાં હેવી મેટલની સમસ્યા વધી છે.  જેના કારણે કેન્સર પણ થાય છે. આ કારણોસર ખાવાની આદતોને સ્વચ્છ રાખવી જરૂરી છે. AIIMSના ડાયરેક્ટર ડૉ.એમ શ્રીનિવાસે પણ કહ્યું કે શાકાહારી ખોરાક સારો છે અને બીમારીઓ ઓછી છે.


જો તમે વધુ પડતા ફ્રૂટ જ્યુસ અને કોફી પીતા હોવ તો સાવધાન


ભારતમાં ઘણા એવા લોકો છે જે સવારે ઉઠીને સૌથી પહેલા કોફી અથવા ફ્રૂટ જ્યુસ  પીવે છે. જો તમે પણ ફ્રૂટ જ્યુસ કે કોફી પીવાના શોખીન છો તો આ સમાચાર તમને સાવધાન કરવા માટે છે. વાસ્તવમાં, એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે વધુ પડતા ફ્રૂટ જ્યુસ અથવા કોફી પીવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. આવો અમે તમને આ આર્ટીકલમાં જણાવીએ કે ફ્રુટ જ્યુસ કે કોફી તમારા માટે કેવી રીતે ઘાતક સાબિત થઈ શકે છે.


શું છે  સમાચાર


ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલ મુજબ, તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જે લોકો   ફ્રૂટ જ્યુસ અથવા કોફી વધુ પીવે છે તેમને સામાન્ય લોકોની સરખામણીમાં સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તમને જણાવી દઈએ કે, સ્ટ્રોક એક મેડિકલ ઈમરજન્સી છે, જેમાં લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે.