WhatsAppની નવી પ્રાઈવસી પોલીસી અપડેટ બાદ ઘણા બધા યુઝર્સ WhatsApp છોડીને Signal અને ટેલીગ્રામ જેવી એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. જો કે, કેટલાક યુઝર્સ માત્ર એટલા માટે WhatsApp નથી છોડી રહ્યાં કે તેમને પોતાની જૂની ચેટ્સ અને ડેટાનું બેકઅપ નહીં મળી શકે. જો તમે પણ આ રીતે ટેલીગ્રામ યૂઝ નથી કરી શકતા તો ટેલીગ્રામે તેના માટે એક અપડેટ આપ્યું છે.


નવા અપડેટ બાદ હવે યૂઝર્સ WhatsApp અને અન્ય એપ્સમાંથી સરળતાથી ચેટ ઈમ્પોર્ટ કરી શકશે. તેના માટે તમારે Telegramના માઈગ્રેશન ટૂલનો ઉપયોગ કરવો પડશે. આ ટૂલની જાણકારી Telegram 7.4 અપડેટમાં આપવામાં આવી છે. હાલમાં માત્ર લિમિટેડ યૂઝર્સ માટે જ અપડેટ જાહેર કર્યું છે.
જો કે, Telegramએ iOS પર આ અપડેટ જાહેર કર્યું છે.

આ ફિચરથી તે લોકોને ફાયદો થશે. જે વૉટ્સએપની પ્રાઈવસી પોલિસી અપડેટ બાદ વૉટ્સએપ છોડવા માંગે છે, iOS પર ટેલીગ્રામના વર્ઝન 7.4માં માઈગ્રેશન ટૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીનું માનવું છે કે, તેનાથી ટેલીગ્રામ યુઝર્સની સંખ્યા વધશે.

કેવી રીતે કામ કરશે માઈગ્રેટ ફીચર

- જો તમે વૉટ્સએપ ચેટને માઈગ્રેટ કરવા માંગો છો તો રાઈટથી લેફ્ટમાં સ્વાઈપ કરો
- અહીં More ઓપ્શનમાં જઈને એક્સપોર્ટ ચેટના ઓપ્શન પર ક્લિક કરવું પડશે
- હવે એક પોપ-અપ દ્વારા તમને પૂછવામાં આવશે કે ચેટને અટેચમેન્ટ સાથે કે અટેચમેન્ટ વગર એક્સપોર્ટ કરવા માંગો છો
- તેનાથી તમે ટેલીગ્રામમાં iOS શેર શીટને ઈમ્પોર્ટ કરી શકશો. તેના બાદ તમારે ટેલીગ્રામ સિલેક્ટ કરવાનું રહેશે
- હવે તમને કોન્ટેક્ટ અથવા ગ્રુપને સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે. હવે તમે જે ચેટને માઈગ્રેટ કરવા માંગો છો. કોન્ટેક્ટ ચેટમાં તમારો મેસેજ હિસ્ટ્રી સિંક થઈ જશે.
- જો તમે અન્ય કોઈ બીજી એપનો ઉપયોગ કરી રહ્યો છો તો ટેલીગ્રામની નીચે ફ્લેગમાં એક મેસેજ આવશે. જેમાં ઈમ્પોર્ટ લખેલું હશે.
- આ પર્સનલ કોન્ટેક્ટ અને ગ્રુપ બન્ને માટે કામ કરે છે. ઈમ્પોર્ટ કરેલા ચેટમાં ઓરિજનલ ટાઈમ સ્ટેમ્પ અને ઈમ્પોર્ટેડ લખેલું હશે.

ઉલ્લેખનીય છે કે, ટેલીગ્રામે હાલમાં માત્ર iOs અપડેટ નોટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તે સિવાય નવા માઈગ્રેશન ટૂલનો ક્યાંય ઓફિશિયલ ઉલ્લેખ કર્યો નથી. એન્ટ્રોઈડ ફોન માટે આ ટૂલ ક્યારે આવશે તેની હાલમાં કોઈ જાણકારી નથી.