Vi New Year offer: ટેલિકોમ સેક્ટરમાં ગ્રાહકોને આકર્ષવા માટે વોડાફોન આઈડિયા (Vodafone Idea - Vi) એ ધમાકેદાર ઓફર રજૂ કરી છે. નવા વર્ષના અવસરે કંપનીએ પોતાના યુઝર્સને એક શાનદાર ભેટ (New Year Gift) આપી છે. હવે ગ્રાહકોને વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, કારણ કે કંપનીએ બે લોકપ્રિય પ્લાનમાં વધારાની વેલિડિટી ઉમેરીને કુલ 180 દિવસની વેલિડિટી (Validity) ઓફર કરી છે. એટલે કે હવે એકવાર રિચાર્જ કર્યા બાદ 6 મહિના સુધી શાંતિ રહેશે.
સીધા 6 મહિના સુધી રિચાર્જમાંથી મુક્તિ
વોડાફોન આઈડિયાએ (Vi) તેના પ્રીપેડ ગ્રાહકો (Prepaid Users) માટે ખુશીના સમાચાર આપ્યા છે. કંપનીએ હાલના બે પ્લાનમાં 96 દિવસની મફત વધારાની વેલિડિટી ઉમેરી દીધી છે. આ ઓફરના કારણે હવે આ પ્લાનની કુલ સમયમર્યાદા વધીને 180 દિવસ થઈ ગઈ છે. આ ઓફરમાં બે અલગ-અલગ પ્લાનનો સમાવેશ થાય છે, જેમાં એક ખાસ ડેટા યુઝર્સ માટે છે અને બીજો પ્લાન એવા લોકો માટે છે જેમને માત્ર કોલિંગની જરૂર છે.
Rs 859 નો પ્લાન: ઈન્ટરનેટ પ્રેમીઓ માટે બેસ્ટ વિકલ્પ
જો તમે તમારા મોબાઈલમાં દરરોજ ઈન્ટરનેટનો (Daily Internet) વપરાશ કરો છો, તો 859 રૂપિયાનો પ્લાન તમારા માટે આદર્શ સાબિત થઈ શકે છે.
ડેટા બેનિફિટ: આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ ઉપરાંત જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોય તો તેનો પણ લાભ મળી શકે છે.
કોલિંગ: કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઈસ કોલિંગ (Unlimited Calling) ની સુવિધા.
અન્ય લાભ: રોજિંદા 100 SMS ફ્રી.
આ પ્લાન હવે 180 દિવસની વેલિડિટી સાથે આવે છે, જે લાંબા ગાળા માટે ડેટા અને કોલિંગની જરૂરિયાત પૂરી કરે છે.
Rs 548 નો પ્લાન: સેકન્ડરી સિમ અને સિનિયર સિટીઝન માટે ખાસ
ઘણા લોકો પાસે બે સિમ કાર્ડ હોય છે અને બીજા સિમને ચાલુ રાખવા માટે તેઓ સસ્તો પ્લાન શોધતા હોય છે. તેમના માટે તેમજ સિનિયર સિટીઝન્સ (Senior Citizens) માટે 548 રૂપિયાનો પ્લાન શ્રેષ્ઠ છે.
કોલિંગ: આ એક વોઈસ-ઓન્લી (Voice-Only) જેવો પ્લાન છે, જેમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે.
ડેટા: આમાં રોજિંદા ડેટા મળતો નથી, પરંતુ આખા સમયગાળા માટે કુલ 7GB ડેટા લમ્પ-સમ મળે છે.
વિશેષતા: જે લોકો ડેટાનો ઓછો ઉપયોગ કરે છે અને માત્ર વાતચીત માટે ફોન વાપરે છે, તેમના માટે 180 દિવસની વેલિડિટી સાથેનો આ સૌથી સસ્તો અને સારો વિકલ્પ છે. તેમાં પણ 100 SMS ની સુવિધા મળે છે.