બિગ સાઈઝ સ્ક્રીન સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં Nokiaની એન્ટ્રી, Xiaomi અને Thomson સાથે થશે મુકાબલો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jul 2020 09:59 PM (IST)
Nokiaએ અનેક લેટેસ્ટ ફીચર્સથી સજ્જ 65 ઈંચની 4K Ultra HD સ્માર્ટ ટીવી ભારતમાં લોન્ચ કરી દીધી છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની Nokiaએ ભારતમાં પોતાની 65 ઈંચની 4K Ultra HD સ્માર્ટ ટીવી લોન્ચ કરી દીધી છે. આ ટીવીને રિચ ડિસ્પ્લે અને એન્ડ્રોઈડ 9નો સપોર્ટ મળે છે. એટલું જ નહીં આ નવી ટીવી અનેક લેટેસ્ટ ફીચર્સથી સજ્જ છે. બજારમાં 65 ઈંચ સેગમેન્ટમાં આ Xiaomi અને Thomson સાથે થશે મુકાબલો. કિંમત અને ફીચર્સ Nokiaની આ સ્માર્ટ ટીવીની કિંમત 64,999 રૂપિયા રાખવામાં આવી છે અને તે 6 ઓગસ્ટથી કંપનીની સત્તાવાર વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. આ ટીવીમાં 4K Ultra HD ડિસ્પ્લે હશે. કંપનીએ તેમાં A + Grade panelનો ઉપયોગ કર્યો છે, જે 60Hz રિફ્રેશ રેટથી લેસ છે. આ સિવાય ટીવીમાં ઈન બિલ્ટ ક્રોમ કાસ્ટ, ગૂગલ પ્લે સ્ટોર અને ગૂગલ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ મળે છે. સાઉન્ડ માટે આ ટીવીમાં 24 વોટના સ્પીકર્સ આપવામાં આવ્યા છે. તેમાં DTS TruSurroundની સુવિધા મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ વર્જન 5.0, વાઈ-ફાઈ, જીપીએસ, યૂએસબી 3.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Thomsonની Path લાઇનઅપ ટીવીને 9A અને 9R બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. 9A એચડી રેડી અને ફૂલ એચડી ટીવી છે. જ્યારે 9R 4K ટીવી છે. 9Aમાં કંપનીએ 32 ઇંચ HD Path, 32 ઇંચ HD બેઝલલેસ, 40 ઇંચ ફૂલએચડી અને 43 ઇંચ ફૂલ એચડી સામેલ છે. Thomson Path 9A AND 9R TVની કિંમત થૉમસન 9A અને 9R સીરીઝ ફ્લિપકાર્ટ પર 6 ઓગસ્ટથી વેચાણ માટે અવેલેબલ થશે. 9A સીરીઝની 32 ઇંચ HD Path ની કિંમત 10,999 રૂપિયા છે. 32 ઇંચ એચડી બેઝલલેસ 11,499 રૂપિયા, 40 ઇંચ ફૂલ HD અને 43 ઇંચ ફૂલ HD ટીવી 16,499 રૂપિયા અને 19,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી છે. 9R સીરીઝમાં 43 ઇંચ 4K Path ની કિંમત 21,999 રૂપિયા, 50 ઇંચ 4K Pathની કિંમત 25,999 રૂપિયા અને 55 ઇંચ 4K Path ટીવી 29,999 રૂપિયા સુધીની છે.