ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1153 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 61 હજારને પાર થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2441 પર પહોંચ્યો છે. આજે વધુ 833 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44907 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 219, અમદાવાદ કોર્પોરેશનમાં- 140, વડોદરા કોર્પોરેશનમાં- 80, સુરત 65, રાજકોટ કોર્પોરેશન- 48, મહેસાણા- 40, અમદાવાદ- 36, સુરેન્દ્રનગર- 36, જામનગર કોર્પોરેશન-33, રાજકોટ-31, મોરબી- 29, અમરેલી-26, વલસાડ-26, ગાંધીનગર- 25, ભાવનગર કોર્પોરેશન-24, ભાવનગર-23, ભરૂચ-21, પંચમહાલ-21 , કચ્છ-20 , ગીર સોમનાથ-16, નવસારી-16, ગાંધીનગર કોર્પોરેશન - 15, બનાસકાંઠા- 14, દાહોદ-14, ખેડા- 14, વડોદરા- 14, જુનાગઢ કોર્પોરેશન-13, પાટણ-13, મહીસાગર- 12, આણંદ- 11, સાબરકાંઠા-11, જામનગર-9, નર્મદા-9, પોરબંદર-9, જુનાગઢ-7, બોટાદ-4, અરવલ્લી-2, તાપી-2 અન્ય રાજ્યના પાંચ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 61,438 થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 23 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશન -4, સુરતમાં 4, રાજકોટ- 2, વડોદરા કોર્પોરેશનમાં- 2, જુનાગઢ, ખેડા, મહેસાણા અને વડોદરામાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2441 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 14090 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેલ્ટીલેટર પર છે અને 14009 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 44907 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,64,777 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 73.09 ટકા છે.
Coronavirus: રાજ્યમાં આજે 1153 નવા કેસ નોંધાયા, વધુ 23નાં મોત, કુલ પોઝિટિવ કેસ 61 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2020 07:32 PM (IST)
રાજ્યમાં અત્યાર સુધી કુલ 44907 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે અને મૃત્યુઆંક 2441 પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -