હાઉસ પાર્ટી, ગૂગલ ડુઓ, હેંગાઉટ કે મીટ તથા ઝૂમ જેવી એપ પર હાલ ગ્રુપ કોલ શક્ય છે પરંતુ વોટ્સએપ પર માત્ર ચાર લોકો જ એક સાથે વીડિયો કોલમાં ભાગ લઈ શકે છે. હાલ વોટ્સએપના બીટા યૂઝર્સ તેને યૂઝ કરી શકે છે.
આઈફોન યૂઝર્સ ટેસ્ટ ફ્લાઇટ એપ ડાઉનલોડ કરીને બીટા પ્રોગ્રામમાં સામેલ થઈ શકે છે. જો તમે વોટ્સએપ પર વીડિયોકોલ કરી રહ્યા હો તો એક સાથે આઠ લોકોને જોડીને વોઈસ કે વડિયો કોલ કરી શકશો.
આ રીતે કરો ગ્રુપ વીડિયો કોલ
- સૌથી પહેલા કોલના ઓપ્શનમાં જાવ.
- જે બાક કોઈ વ્યક્તિ સાથે કોલ કરો.
- કોલ ઉપાડ્યા બાદ તમને ઉપર બાજુ એડ કે પ્લેસની નિશાની બતાવશે.
- જ્યાં જઈ કોલ દરમિયાન તમે અન્ય લોકોને એડ કરી શકો છો.
- હાલ બીટા યૂઝર્સ જ તેનો ઉપયોગ કરી શકે છે.