નવી દિલ્હી: આજના યુગમાં ગૂગલ મેપ્સની મદદથી ગમે ત્યાં પહોંચવું સરળ બની ગયું છે. ગૂગલ હંમેશા પોતાના નેવિગેશન સર્વિસને સતત બેહતર બનાવતું રહ્યું છે. તેના માટે ગૂગલે તેમાં અનેક ફીચર્સ એન્ડ કર્યા છે. હાલમાં જ ગૂગલે યૂઝર્સ માટે વધુ એક સુવિધા શરૂ કરી છે. તેનાથી યૂઝર્સ કોઈ પણ જગ્યાએ જવા માટે સ્થાનીય માર્ગદર્શકોને ફોલો કરવાની સુવિધા આપવામાં આવી છે.
ગૂગલે આ સુવિધા ગત વર્ષે નવેમ્બર મહીનામાં નવી દિલ્હી સહિત દેશના નવ શહેરમાં લોન્ચ કરી હતી. જેને હવે વૈશ્વિક લેવલે રોલ આઉટ કરી રહ્યું છે. આ સુવિધાથી કોઈ પણ ગૂગલ મેપ યૂઝર એપથી કોઈ પણ યૂઝરને ફોલો કરી શકે છે. જેનાથી તે તેમની સલાહ અને અપડેટ પ્રાપ્ત કરી શકે છે. તેને Google Maps એપમાં અપડેટ ટેબ હેઠળ હાઈલાઈટ કરવામાં આવશે.
ગૂગલ મેપ્સ યૂઝર્સને એપ પર પ્રોફાઈલ પર નવા વિષય ફિલ્ટર પણ પ્રદાન કરશે. તેનો અર્થ એ છે કે, એપ પોતાના વપરાશકર્તાઓને વિષય આપશે અને લોકોને શેર કરવા માટે વધુ સ્પેસ આપશે.
ગૂગલ મેપ પર કોઈ યૂઝર્સને તમને ફોલો કરવાની અનુમતિ આપવા માટે, પોતાની પ્રોફાઈલ પર જવું પડશે અને તેને સક્ષમ કરવું પડશે. ભલે લોકો ગૂગલ મેપ પર તમને ફોલો કરી રહ્યાં હોય. તો પણ તમે પોતાની પ્રોફાઈલને પ્રતિબંધિત રાખવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
હવે ગૂગલ મેપ પર અન્ય યૂઝર્સને ફોલો કરવું બન્યું સરળ, જાણો કયું નવું ફીચર થયું એડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2020 04:15 PM (IST)
ગૂગલ નેવિગેશન સર્વિસને વધી સારી બનાવવા માટે અનેક ફીચર્સ એન્ડ કર્યા છે. હાલમાં જ ગૂગલે યૂઝર્સ માટે વધુ એક સુવિધા શરૂ કરી છે. તેનાથી યૂઝર્સ કોઈ પણ જગ્યાએ જવા માટે સ્થાનીય માર્ગદર્શકોને ફોલો કરવાની સુવિધા આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -