લગાવવો પડશે ઝીરો
20 નવેમ્બરના રોજ ટેલિકોમ વિભાગે એક સર્ક્યુલર દ્વારા કહ્યું કે, લેન્ડલાઈનથી મોબાઈલ નંબર પર ડાયલ કરવાની રીતમાં ફેરફારની ટ્રાઇની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે. આ સર્ક્યુલર અનુસાર નિયમ લાગુ કર્યા બાદ લેન્ડલાઈનથી મોબાઈલ નંબર પર કોલ કરતાં પહેલા નંબરની આગળ ઝીરો ડાયલ કરવાનો રહેશે. ટેલિકોમ વિભાગે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને લેન્ડલાઈનના તમામ ગ્રાહકોને ઝીરો ડાયલ કરવાની સુવિધા આપવી પડશે. આ સર્વિસ હાલમાં પોતાના ક્ષેત્રથી બહાર કોલ કરવા માટે ઉપલબ્ધ છે. વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, ફિક્સ્ડ લાઇન સ્વિચમાં ઉપયુક્ત જાહેરાત કરવામાં આવે જેથી ફિક્સ્ડ લાઇન સબ્સક્રાઈબર્સને તમામ ફિક્સ્ડથી મોબાઈલ કોલ માટે આગળ 0 ડાયલ કરવાની જરૂરત વિશે જણાવી શકાય.
ટેલિકોમ કંપનીઓને મળશે મદદ
નંબર ડાયલ કરવાની આ રીતમાં આવી રહેલ બદલાવથી ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ સર્વિસ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળી જશે. આ આવનારા સમયની જરૂરતને પૂરી કરવામાં મદદ કરશે.