આ બન્ને ફોનમાં કંપનીએ મોટી સ્ક્રીન, પાવર ફૂલ બેટરી સાથે બેસ્ટ ફિચર્સ એડ કર્યા છે. આ ફોન માર્કેટમાં ઓપ્પો, વીવો, રિયલમી અને શ્યાઓમી જેવી કંપનીઓના ફોનને જબરદસ્ત ટક્કર આપશે.
Samsung Galaxy A02Sની ખાસિયતો...
આ ફોનમાં 6.5 ઇંચની HD+ Infinity-V ડિસ્પ્લે છે. આને કંપનીએ 3GB RAM અને 32GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે લૉન્ચ કર્યો છે. આમાં Qualcomm SM4250 Snapdragon 450 પ્રૉસેસર અને 5000 mAhની બેટરી છે. ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી 13 મેગાપિક્સલનો અને 2-2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર અને મેક્રો લેન્સ છે.
Samsung Galaxy A12ની ખાસિયતો...
આ ફોનની ડિસ્પ્લે 6.5 ઇંચની છે, આ 3GB RAM 32GB સ્ટૉરેજ, RAM 64GB સ્ટૉરેજ અને 6GB RAM 128GB સ્ટૉરેજ સાથે આવે છે. આમાં ઓક્ટાકૉર પ્રૉસેસર અને 5000 mAhની બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને સાથે રિયરમાં 4 કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનુ, 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ, 2 એમપીનુ ડેપ્થ સેન્સર અને 2 એમપીનો મેક્રો લેન્સ છે.