નવી દિલ્હીઃ ચીની કંપની વનપ્લસ બહુ જલ્દી પોતાની દમદાર સીરીઝ OnePlus 9 સીરીઝ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હવે લૉન્ચ પહેલા આ સીરીઝની કેટલીક ડિટેલ સામે આવી ચૂકી છે. લીક રિપોર્ટ્સ પ્રમાણે, OnePlus 9 સીરીઝ અંતર્ગત કંપની બે સ્માર્ટફોન લૉન્ચ કરશે. જેમાં OnePlus 9 અને OnePlus 9 પ્રૉ સામેલ હશે. કંપની આ સ્માર્ટફોન્સને આગામી વર્ષે માર્ચેમાં લૉન્ચ કરી શકે છે.


મળી શકે છે નવા ફિચર્સ
ટિપ્સટર અનુસાર OnePlus 9ના LE2110, LE2117 અને LE2119 મૉડલની સર્ટિફિકેશન સાઇટ પર જોવામાં આવ્યો છે. વળી OnePlus 9 Proના મૉડલ નંબર LE2120 અને LE2127 સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર વનપ્લસના આ સ્માર્ટફોન્સમાં કેટલાક એવા ફિચર્સ આપવામાં આવી શકે છે, જે અત્યાર સુધીના કોઇપણ ફોનમાં નથી આપવામાં આવ્યા. કેમકે આજકાલ લોકો કેમેરા ક્વૉલિટી પર વધારે ધ્યાન આપે છે, એટલા માટે કંપની પોતાની આ સીરીઝમાં કેમેરા પર ફોકસ રાખશે.

સંભવિત સ્પેશિફિકેશન્સ
વનપ્લસ 9 સીરીઝના આ સ્માર્ટફોન્સની સત્તાવાર પુષ્ટી નથી થઇ, પણ માનવામાં આવી રહ્યું છે કે આ ફ્લેગશિપ સીરીઝમાં Qualcomm Snapdragon 875 SoC પ્રૉસેસર આપવામાં આવી શકે છે. ડિસ્પ્લે રિફ્રેશ 144 હર્ટ્ઝના હોઇ શકે છે. કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રૉને 4 વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.