વોશિંગ્ટન ડીસીઃ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલી હાર સ્વીકારવા તૈયાર નથી. આ દરમિયાન મીડિયામાં પ્રથમ વખત કઈંક નવા જૂની થવાના  અહેવાલ આવ્યા છે. રક્ષા મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જ રાષ્ટ્રપતિ રહેશે. નવી સરકારની તૈયારીઓ ચાલી રહી છે.


માઇક પોમ્પિયોના આ નિવેદન બાદ અમેરિકન મીડિયામાં અટકળો થઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પલટો કરી શકે છે. ટ્રમ્પ પ્રશાસન તકફથી અમેરિકાના રક્ષા મંત્રાલયમાં મોટા પાયે બદલાવ કરવામાં આવી રહ્યા છે. પેંટાગોનમાં સૈન્ય નેતૃત્વમાં ઝડપથી થઈ રહેલા બદલાવે લોકોની ચિંતા વધારી દીધી છે. ટ્રમ્પ તંત્રએ પેંટોગોન સૌથી સીનિયર ઓફિસરને હટાવી દીધા છે.

ટ્રમ્પે રક્ષા સચિવ માર્ક એસ્પરને હટાવી દીદધા હતા. ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું, માર્ક એસ્પરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને રાષ્ટ્રીય રક્ષા આતંકવાદ કેન્દ્રના નિર્દેશક ક્રિસ્ટોફ સી મિલરને કાર્યવાહક રક્ષા સચિવ બનાવાયા છે. એસ્પરનું સસ્પેન્સન બાઇડેના રાષ્ટ્રપતિ પદના શપથ લેવા સુધીના સમયમાં અરાજક્તા ફેલાવશે.

ચૂંટણીના એક સપ્તાહ પહેલા એસ્પર ભારત પ્રવાસે આવ્યા હતા. વિદેશ મંત્રી માઇક પોમ્પિયોની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે 2 પ્લસ 2 મંત્રીસ્તરની વાતચીત કરી હતી.

Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા દોઢ લાખ મામલા, 1600 લોકોના મોત