OnePlus 9RT Smartphone 2021: ચીની સ્માર્ટફોન મેકર કંપની OnePlus કાલે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન  OnePlus 9RT લૉન્ચ પહેલા આ ફોન ઘરેલુ માર્કેટમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ જ આ બીજા દેશોમાં એન્ટ્રી કરશે. આ સ્માર્ટફોન  9Rનુ અપગ્રેડ વર્ઝન માનવામાં આવે છે. પરફોર્મન્સ માટે આમાં કંપનીએ આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 SoC પ્રૉસેસરનો યૂઝ કર્યો છે. આ ઉપરાંત તમને આ ફોનમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનો કેમેરો મળશે. આની શરૂઆતી કિંમત 25 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકેછે. 


સંભવિત સ્પેશિફિકેશન્સ- 
OnePlus 9RT સ્માર્ટફોનમાં 6.55 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz હશે. ફોન એન્ડ્રોઇડ 11 પર રન થઇ શકે  છે. વળી, આમાં કંપની ક્વાૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસરનો યૂઝ કરી શકે છે. આમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. 


કેમેરા-
OnePlus 9RT સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો હોઇ શકે છે. વળી આમાં 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરો અને 2 મેગાપિક્સલનો બી એન્ડ ડબલ્યૂ સેન્સર આપવામાં આવી શકે છે. વળી, સેલ્ફી માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. 


બેટરી- 
પાવર માટે  OnePlus 9RT સ્માર્ટફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી શકે છે, જે 65W Warp ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે.