ઉપરાંત Amazon પર પણ તમે તેને ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો. ઓફરની શરૂઆત 14 સપ્ટેમ્બર બપોરે 2 કલાકથી થશે. તેના પર ત્રણ મહિના માટે નો-કોસ્ટ ઈએમઆઇનો પણ વિકલ્પ છે.
વનપ્લસ નોડ સ્માર્ટફોન ભારતમાં જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોન હોલ-પંચ ડિસ્પ્લે, ક્વાડ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે. OnePlus Nord સ્માર્ટફોન 5જી સપોર્ટની સાથે આવે છે.
કિંમત
વનપ્લસના નોર્ડથી 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 27,999 રૂપિયા છે. જ્યારે 12GB રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિયન્ટ 29,999 રપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ છે. 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિયન્ટ 24,999 રૂપિયા આપવા પડશે.
વનપ્લસ નોર્ડની ખૂબિઓ
વનપ્લસ નોર્ડમાં કંપનીએ 6.4 ઇંચની ફુલ એચડી એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન ક્વોલકોમનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 765 પ્રોસેસરની સાથે આવે છે. સાથે જ નોર્ડમાં એન્ડ્રીનો 620 જીપીયૂ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં પાવર માટે 4115mAhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેમેરા
કંપનીએ પોતાના બાકી સ્માર્ટફોનની જેમ જ નોર્ડને કેમારા પર ઘાસ ધ્યાન રાખ્યું છે. સ્માર્ટફોનના બેક પેનલ પર ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. નોર્ડમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા છે, જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા, 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી લેવા માટે સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.