રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે હવે રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેઓ જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. નોંધનીય છે કે, અગાઉ રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.


તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને જણાવ્યું છે કે, મને કોરોના(covid-19)ના સામાન્ય લક્ષણો જણાતા આજ રોજ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા,હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છુ અને મારી તબીયત સારી છે. છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવા વિનંતી.

આ સિવાય ભાજપના સાંસદો ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કિરીટ સોલંકી, હસમુખ પટેલ, અભય ભારદ્વાજ અને રમેશ ધડૂક કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ફેફસામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભાજપના નેતા કશ્યપ શુક્લ, તેમના ભાઈને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત મંત્રી જયેશ રાદડીયાને પણ કોરોના પોઝિટિવ આવ્યો. છે. રાજકોટ માં હવે દરરોજ 125 થી 150 લોકોને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે.
...............