Paytm UPI Lite: Paytm UPI Lite સેવા લાઇવ થઈ ગઈ છે. એટલે કે હવે ગ્રાહકો Paytm એપ પર તેમનું UPI Lite એકાઉન્ટ સેટઅપ કરી શકશે. Paytm UPI Lite દ્વારા ગ્રાહકો એક જ વારમાં 200 રૂપિયા સુધીની ચુકવણી કરી શકે છે. તેમજ UPI લાઇટમાં 1 દિવસમાં 4,000 રૂપિયા સુધી ઉમેરી શકાય છે. યુપીઆઈ લાઇટની ખાસ વાત એ છે કે, તમારી બેંક પાસબુક નાના ટ્રાન્ઝેક્શનથી ભરાશે નહીં અને બેંક સર્વરના કારણે કેન્સલ પેમેન્ટની સમસ્યા પણ નહીં થાય. UPI લાઇટનો બીજો મોટો ફાયદો એ છે કે, તમે તમારો PIN દાખલ કર્યા વિના 200 રૂપિયા સુધીની તાત્કાલિક ચુકવણી કરી શકશો. એકંદરે UPI લાઇટ ફીચર લાવવામાં આવ્યું છે જેથી ગ્રાહકોનો સમય અને મહેનત બંને ઓછા પડે.


ફોનમાં UPI લાઇટ કેવી રીતે ચાલુ કરી શકાય? 


સૌથી પહેલા તમારે તમારી Paytm એપ અપડેટ કરવી પડશે. જો તમે એપ અપડેટ કરી છે તો તમને Paytmની મુખ્ય સ્ક્રીન પર UPI Liteનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો અને પછી તે એકાઉન્ટ પસંદ કરો જેમાંથી તમે UPI લાઇટમાં પૈસા ઉમેરવા માંગો છો. પૈસા ઉમેર્યા બાદ પૈસા તમારા UPI Lite વૉલેટમાં આવશે. આગલી વખતે ચુકવણી કરતી વખતે Paytm એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ અથવા Paytm વૉલેટને બદલે Paytm UPI Lite પસંદ કરો. તમે આને પસંદ કરો કે તરત જ તમારું પેમેન્ટ PIN દાખલ કર્યા વિના થઈ જશે.


આ લોકોને ઘણો ફાયદો થશે


આવા લોકો જે દરરોજ ચા-પાણી અથવા નાના ખર્ચ માટે પેટીએમનો ઉપયોગ કરે છે તેમને આ સુવિધાનો મોટો ફાયદો મળશે. Paytm UPI Lite તમને PIN દાખલ કર્યા વિના ત્વરિત ચુકવણી કરવા દે છે જે સમય અને મહેનત બચાવે છે.


હાલમાં UPI લાઇટ આ બેંકોને કરશે સપોર્ટ 


જો તમારી પાસે કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, ઈન્ડિયન બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં બેંક ખાતું છે તો તમે Paytm UPI લાઇટનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જો તમારું કોઈ અન્ય બેંકમાં ખાતું છે તો તમે UPI લાઇટમાં તે બેંકમાંથી પૈસા ઉમેરી શકશો નહીં. Paytm એવા ગ્રાહકોને 100 રૂપિયાનું કેશબેક પણ આપી રહ્યું છે જેઓ UPI લાઇટ પસંદ કરે છે.