Oppo A16s launch: પૉપ્યૂલર સ્માર્ટફોન કંપની Oppoએ પોતાનો બજેટ સ્માર્ટફોન A16s લૉન્ચ કરી દીધો છે. આને નેધરલેન્ડના માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. ફોન 4GB રેમ અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જોકે હજુ આનો ખુલાસો નથી થયો કે આ ફોન ભારતમાં ક્યારે લૉન્ચ કરવામાં આવશે. ફોનને 175 ડૉલર એટલે લગભગ 12,800 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.  


Oppo A16s સ્પેશિફિકેશન્સ-
Oppo A16s સ્માર્ટફોનમાં 6.52 ઇંચની ડ્યૂલ ડ્રૉપ નૉચ ડિસ્પ્લે આપવામા આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 720 X 1600 પિક્સલ છે. આનો રિફ્રેશ રેટ 60Hz છે. ફોન એક IPS LCD પેનલ આપવામા આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ColorOS 11.1 પર કામ કરે ચે. ફોન MediaTek Helio G35 પ્રૉસેસર વાળો છે. આમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોન Crystal Black અને Pearl Blue બે કલર ઓપ્શનમાં અવેલેબલ છે. 


કેમેરા- 
ફોટોગ્રાફી માટે Oppo A16s સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. સાથે જ 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામા આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામા આવ્યો છે. 


બેટરી-
પાવર માટે Oppo A16s સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. સિક્યૉરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામા આવ્યુ છે. કનેક્ટિવિટી માટે આમાં વાઇ-ફાઇ, બ્લૂટુથ, જીપીએસ, યુએસબી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 


Samsung Galaxy A12 સાથે થશે ટક્કર- 
Oppo A16sનો મુકાબલો Samsung Galaxy A12 સ્માર્ટફોન સાથે થશે. આમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 720x1,600 પિક્સલ છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ One UI Core પર કામ કરે છે. ફોન ઓક્ટાકૉર Exynos 850 પ્રૉસેસર વાળો છે. આમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે, જેને માઇક્રો કાર્ડની મદદથી એક ટીબી સુધી વધારી શકાય છે. ફોનની કિંમત 13,999 રૂપિયા છે.