કેરેબિયન દેશ હૈતીમાં આવેલા ભીષણ ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 304 લોકો માર્યા ગયાના અહેવાલ છે જ્યારે 1800 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપ બાદ અહી અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. હૈતીના વડાપ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે તે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 7.2 માપવામાં આવી.


યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર હૈતીની રાજધાની પોર્ટ-ઓ પ્રિન્સ હતું, હૈતીથી 125 કિલોમીટર પશ્વિમમાં હતું. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ ટ્વિટર પર જાણકારી આપી હતી કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 304 લોકોના મોત થયા છે. બચાવ અને રાહત કાર્ય કરી રહેલી ટીમોને અનેક લોકોને કાટમાળમાંથી બચાવ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. હૈતીના વડાપ્રધાને  દેશમાં એક મહિના માટે ઇમરજન્સી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે, નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે જેના કારણે હાલમાં ઇન્ટરનેશનલ મદદ માંગશે નહીં. 






 


હૈતીના વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કેટલાક પ્રાન્ત પુરી રીતે તબાહ થઇ ગયા છે. હાલમાં સૌથી જરૂરી કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવાનું ચે. અમને સૂચના મળી છે કે લેસ કેજના હોસ્પિટલોમાં ખૂબ ભીડ થઇ ગઇ છે .આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ભૂકંપના કારણે હૈતીને પોતાના જીડીપીનાત્રણ ટકા જેટલું નુકસાન થઇ શકે છે.


વડાપ્રધાને કહ્યું કે હાલમાં ઇજાગ્રસ્તોની સારવારની સાથે સાથે જમવા, પીવા અને રહેવાની વ્યવસ્થા કરવી પડશે. વડાપ્રધાન હેનરીએ બાદમાં લેસ કેયસ માટે એક વિમાન મારફતે રવાના થયા હતા. નોંધનીય છે કે આ ભૂકંપને 11 વર્ષ અગાઉ હૈતીમાં આવેલા સાતની તિવ્રતાના ભૂકંપની તુલનામાં મોટો ગણાવવામાં આવી રહ્યો છે. તે ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પૂર્વીય ક્યૂબા અને જમૈકામાં પણ ભૂકંપના ઝટકાઓ અનુભવવામાં આવ્યા છે.