સ્માર્ટફોન નિર્માતા કંપની Oppoએ પોતાનો નવો Oppo A93 5G સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સરવાળા ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5,000mAhની દમદાર બેટરી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સાથે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.
આ 5G સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનને બે સ્ટોરેજ અને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Oppo A93 5Gના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 22,500 રૂપિયા રાખવામાં આવી છે. સ્માર્ટફોનનું વેચાણ 20 જાન્યુઆરીથી શરુ થઈ શકે છે. આ ફોનને ચીનમાં ઓનલાઈન શોપિંગ વેબસાઈટ JD.com પર પ્રી- ઓર્ડર કરી શકાય છે.
ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.5 ઈંચ ફૂલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનું 1,080x2,400 પિક્સલ રિઝોલ્યૂશન અને 90Hz રિફ્રેશ રેટવાળી છે. આ સ્માર્ટફો એન્ડ્રોઈડ 11 પર આધારિત ColorOS 11.1 પર ચાલે છે.
ફોટોગ્રાફી માટે રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જેમાં 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 2MP મેક્રો સેન્સર અને 2 MP મોનોક્રોમ સેન્સર મળે છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.
48MP કેમેરા અને દમદાર બેટરી સાથે Oppo A93 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jan 2021 10:23 PM (IST)
આ 5G સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનને બે સ્ટોરેજ અને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -