હૈદરાબાદ: કોરોના સામેની જંગ જીતવા માટે આજથી દેશભરમાં રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કોવિડ -19 રસી કોવેક્સીનની 55 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પાસેથી ઓડર પ્રાપ્ત કરનારી કંપની ભારત બાયોટેકે મોટી જાહેરાત કરી દીધી છે. કંપનીએ કહ્યું કે, જો રસી લીધા બાદ કોઈને ગંભીર આડ અસર થશે, તો કંપની તેને વળતર આપશે.


રસી લેનારા લોકો દ્વારા જે ફોર્મ પર સહી કરવામા આવશે, તેના પર ભારત બાયોટેકે કહ્યું કે, “કોઈ પ્રતિકૂળ કે ગંભીર આડઅસર થશે તો તમને સરકારે નક્કી કરેલા કેન્દ્ર અને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવશે.”

એન્ડીડોટ વિક્સિત થવાની થઈ પુષ્ટી

સહમતિ પત્ર અનુસાર, જો રસીની ગંભીર આડ અસર થઈ હોવાની વાત પૂરવાર થશે તો વળતર બીબીઆઈએલ દ્વારા આપવામાં આવશે. કોવેક્સીનના પહેલા અને બીજા તબક્કામાં ક્લિનિકલ પરીક્ષણ કોવિડ-19 વિરુદ્ધ એન્ટીડોટ વિકસિત થવાની પુષ્ટી થઈ છે.
મેડિકલ ક્ષેત્રના એક નિષ્ણાં અનુસાર, રસી હજુ ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં જ છે તેથી જો કોઈને ગંભીર આડ અસર થશે તો વળતર આપવું કંપનીની જવાબદારી બને છે.