નવી દિલ્હીઃ અત્યારનો જમાનો 5G સ્માર્ટફોનનો છે. આ કારણથી સ્માર્ટફોન કંપનીઓ આ સેગમેન્ટમાં નવા નવા સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. 5G ટેકનોલૉજી વાળા ફોનને લઇને કંપનીઓમાં ભલે જ Samsung અને Xiaomi જેવી કંપનીઓનુ નામ આગળ આવતુ હોય, પરંતુ આ વખતે 5G સ્માર્ટફોન વેચવાના મામલામાં Oppoએ આ તમામ કંપનીઓને પાછળ પાડી દીધી છે. માર્કેટ રિસર્ચ ફર્મ Strategy Analyticsના રિપોર્ટ પ્રમાણે આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં ઓપ્પોએ સૌથી વધુ 5G એન્ડ્રોઇડ ફોન વેચ્યા છે. જોકે ઓવરઓલ 5G સ્માર્ટફોન સેલના મામલામાં Apple હજુ પણ નંબર વનના સ્થાન પર છે, પરંતુ 5G એન્ડ્રોઇડ ફોનના વેચાણમાં Oppo હાલના સમયે ટૉપ પર છે. 


ટૉપ પર રહી આ કંપની- 
માર્કેટ રિસર્ચ ફર્મ Strategy Analyticsના રિપોર્ટ અનુસાર, આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં 40.4 મિલિયનની સાથે અમેરિકાની Apple કંપની ટૉપ પર રહી છે. વળી Oppo દુનિયાની બીજી સૌથી ઝડપથી ફોન વેચનારી કંપની બનીને સામે આવી છે. Oppoએ વર્ષની પહેલી ત્રિમાસિકમાં કુલ 21.1 મિલિયન સ્માર્ટફોન વેચ્યા છે, જે વર્ષ 2020ની સરખામણીમાં 55 ટકા વધુ છે. આ પછી આગળનો નંબર આવે છે Vivoનો. વીવોએ વર્ષ 2020ની સરખામણીમાં આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં 62 ગણા વધુ 5G સ્માર્ટફોનનુ વેચાણ કર્યુ છે. 


પહેલી ત્રિમાસિકમાં વેચાયા આટલા ફોન- 
વર્ષ 2021ની પહેલી ત્રિમાસિકમાં Appleએ 40.4 મિલિયન સ્માર્ટફોન વેચ્યા છે. વળી Oppoએ 21.5 મિલિયનનુ વેચાણ કર્યુ છે, આ ઉપરાંત Vivoએ 19.4 મિલિયન ફોન્સ સેલ કર્યા છે. Samsungની વાત કરીએ તો કંપનીએ 17 મિલિયન ફોન વેચ્યા છે, જ્યારે Xiaomiએ વર્ષની પહેલી ત્રિમાસિકમાં 16.6 મિલિયન સ્માર્ટફોનનુ સેલિંગ કર્યુ છે. 


OnePlus અને Oppoનુ એકબીજામાં થઇ ગયુ છે મર્જર.......
સ્માર્ટફોનની દુનિયાની બે મોટી દિગ્ગજ કંપનીઓ OnePlus અને Oppo એકબીજા સાથે મર્જ ચૂકી છે. આ થયા બાદ વનપ્લસ હવે ઓપ્પોની સબ બ્રાન્ડ બની ગઇ છે. આ બન્ને કંપનીઓ BBK ઇલેક્ટ્રૉનિક્સના અંડરમાં આવે છે. વધુમા વધુ રિસ્પૉન્સ મેળવવા માટે બન્ને કંપનીઓએ આ ફેંસલો કર્યો છે.  


પહેલા R&Dનુ કર્યુ હતુ મર્જર-  
અગાઉ Oppo અને OnePlusએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમનુ મર્જર કર્યુ હતુ. વળી, હવે આને આગળ વધારતા બન્ને કંપનીઓ એકબીજા સાથે મર્જ થઇ ગઇ છે. વનપ્લસના કૉ-ફાઉન્ડર પીટ લાઉ અને કાર્લ પેઇ પહેલા ઓપ્પોમાં એક સાથે કામ કરી ચૂક્યા છે. વનપ્લસના સીઇઓ લાઉએ કહ્યું કે અમે અમારા ઓપરેશનને સારી રીતે અને વ્યવસ્થિત કરવા માટે એડિશનલ શેયર્ડ રિસોર્સીસને વધારવા માટે ઓપ્પોની સાથે પોતાની કેટલીય ટીમોને મર્જ કરી, જેમાં અમને સારો રિસ્પૉન્સ મળ્યો. હવે આ પછી અમે પોતાની ઓર્ગેનાઇઝેશનને ઓપ્પોની સાથે મર્જ કરવાનો ફેંસલો લીધો છે.