Delta plus variant: દેશમાં 21 જૂને જ્યાં રિકોર્ડ વેક્સિનેશન થયું. તો ત્યારબાદ 68 ટકા રસીકરણમાં ગિરાવટ જોવા મળી. આ સાથે વેકિસનેશન અને તેની સામે બનતી એન્ટીબોડીને મુદ્દે કેટલાક સ્ટડી સામે આવ્યાં છે. 


દેશમાં 21 જૂને જ્યાં રિકોર્ડ વેક્સિનેશન થયું. તો ત્યારબાદ 68 ટકા રસીકરણમાં ગિરાવટ જોવા મળી. આ સાથે વેકિસનેશન અને તેની સામે બનતી એન્ટીબોડીને મુદ્દે કેટલાક સ્ટડી સામે આવ્યાં છે.  દિલ્લીમાં 100 ડોક્ટર્સ પર એક સ્ટડી થઇ છે. જેમાં દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલ અને કેમ્બ્રિજ ઇન્સ્ટીટ્યૂટ ઓફ  થેરાપ્યુટિક  ઇમ્યોલોજી એન્ડ ઇન્ફેકશિયસ ડીસીઝના વૈજ્ઞાનિક પણ આ સ્ટડીનો હિસ્સો છે. રિસર્ચનું તારણ છે કે વેકિનના બંને ડોઝ લઇ ચૂકેલા હેલ્થ વર્કર સંક્રમિત થવા પાછળનું કારણ મોટાભાગના કેસમાં ડેલ્ટા વેરિયન્ટ જ હતું તેમજ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિડ વેક્સિન ડેલ્ટા વેરિયન્ટ સામે 8 ગણી ઓછું અસરદાર છે. આ સ્ટડીની તુલના કોરોના વાયરસના પહેલા સ્ટ્રેન સાથે કરાઇ હતી. WHOએ પહેલાથી ડેલ્ટા પ્લસ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્નની યાદીમાં સામેલ કર્યો છે. આ સ્ટડીનું ફાઇડિગ્સ શું છે.



કોરોનાની બીજી લહેર જેના કારણે  વિનાશકારી સાબિત થઇ છે.  તે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે મનાઇ રહી છે.  હવે ડેલ્ટા વેરિયન્ટ+માં બદલાઇ ગયો છે. મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલે  આ વેરિયન્ટ પર અસરકારક નહી સાબિત થાય એવી વૈજ્ઞાનિકોએ ચિતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનિ છે કે, મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલને મેના પ્રારંભમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી.


મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ એટલે શું ?


મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ કેસિરિવિમેબ અને ઈમ્ડેવિમેબથી બનેલ છે. તેને ફાર્મા કંપની સિપ્લા અને રોશે  ઈન્ડિયાએ મળીને બનાવી છે. ભારતમાં તેનો કોરોનાની સારવારના ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મે માં જ મળી ગઈ હતી. જો કે હવે  હવે ડેલ્ટા વેરિયન્ટ+માં બદલાઇ ગયો છે. મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલે  આ વેરિયન્ટ પર અસરકારક નહી સાબિત થાય એવી વૈજ્ઞાનિકોએ ચિતા વ્યક્ત કરી છે.


કોરોનાની બીજી લહેરમાં દેશમાં તબાહી મચાવનાર ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+ માં બદલાઈ ગયો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે કોરોના દર્દીઓને આપવામાં આવી રહેલ મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ આ વેરિયન્ટ પર અસરકારક નહીં થઈ શકે. અંગ્રેજી સમાચાર વેબસાઇટ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ આ રિપોર્ટ આપ્યો છે. જણાવીએ કે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલને મેના પ્રારંભમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. બ્રિટનની આરોગ્ય સંસ્થા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર ડેલ્ટા વેરિયન્ટના 63 જીનોમ નવા K417N મ્યૂટેશન સાથે સામે આવ્યો છે. જ્યારે ડેલ્ટા વેરિયન્ટની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ડેલ્ટા+ વેરિયન્ટ સામે આવ્યો છે. જેને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. ભારતમાં પણ  ડેલ્ટા+વેરિયન્ટના 7 જેટલા કેસ સામે આવ્યાં છે. K417N મ્યૂટેશન બાબતે મોટી ચિંતા તે છે કે તે એન્ટિબોડીઝ કોકટેલ સામે રેજિસ્ટેંટ હોવાના પુરાવા મળ્યા છે. જો કે  કે ભારતમાં K417N મ્યૂટેશનની ફ્રિકવેંસી બહુ વધુ ન હોવાનું પણ તારણ સામે આવ્યું છે.