નવી દિલ્હીઃ ઓપ્પોએ (Oppo) નવો ઓપ્પો કે9 5જી (Oppo K9 5G) સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોન Oppo K7 5Gનુ અપગ્રેડેડ વર્ઝન છે, જેને ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ એક મિડ રેન્જનો શાનદાર 5G સપોર્ટ વાળો ફોન છે. આ ફોન 'K' સીરીઝનો પહેલો 5G ફોન છે. આમાં મિડરેન્જ ચિપસેટ અને 65Wનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામા આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 મિનીટમાં તમને 2 કલાકનો બેટરી બેકઅપ મળશે. આ ફોનના કેમેરા શાનદાર છે. આમાં ક્વાડ કેમેરા સેટઅપની સાથે 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. 


Oppo K9 5Gની સ્પેશિફિકેશન્સ..... 
આ ફોનમાં 6.43- ઇંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ ફોન છે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 768G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોનમાં 5G કનેક્ટિવિટી મળશે. ગેમિંગ માટે પણ આને સારો ફોન માનવામાં આવે છે. આ ફોનમાં 4,300mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 65 વૉટનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામા આવ્યુ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોન ફાસ્ટ ચાર્જિંગની સાથે 35 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. આ ફોનના કેમેરા શાનદાર છે. આમાં ક્વાડ કેમેરા સેટઅપની સાથે 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. 
 
Oppo K9 5Gનો કેમેરો....
આ ફોન કેમેરાની રીતે શાનદાર છે. ફોટોગ્રાફી માટે આમાં 64MPનુ પ્રાઇમરી સેન્સર, 8MPનુ અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર અને 2MPનો મેક્રો સેન્સર કેમેરો આપવામા આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32MPનો કેમેરો આપવામા આવ્યો છે.  


Oppo K9 5Gની કિંમત....
અત્યારે આ ફોનને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આના બેઝ વેરિએન્ટ એટલે કે 8 જીબી રેમ + 128 જીબી સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 21,600 રૂપિયા છે. વળી, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 25,000 રૂપિયા છે. આને બ્લેક એન્ડ ગ્રેડિયન્ટ કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.