'ડિજિટલ ઈન્ડિયા' પહેલ હેઠળ, હાલમાં દેશના 95 ટકા ગામડાઓમાં 3G અથવા 4G ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી. સંચાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં (માર્ચ 2024) કુલ 95.44 કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો છે. તેમાંથી 39.83 કરોડ યુઝર્સ ગ્રામીણ ભારતમાં છે.


ભારતએ છેલ્લા ઘણા વર્ષોમાં ટેકનોલોજી ક્ષેત્રે અનોખી પ્રગતિ કરી છે. ભારતમાં વર્ષ 2022માં 5G સેવા શરૂ કરવામાં આવી હતી અને અત્યારે 2024માં સમગ્ર ભારતમાં 5G સેવા મળી રહી છે. અને ભારત હવે 6G તરફ આગળ વધી રહ્યું છે. 'ડિજિટલ ઈન્ડિયા' પહેલ હેઠળ ભારત સતત ડિજિટલ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે અને દુનિયામાં ભારત ટેકનોલોજીના ક્ષેત્રે પ્રગતિના પંથ પર સવાર છે. 


મંત્રાલયે આપી આ જાણકારી 


મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશના કુલ 6,44,131 ગામોમાંથી 6,12,952 ગામોમાં એપ્રિલ 2024 સુધીમાં 3G/4G મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં દેશના 95.15 ટકા ગામડાઓમાં ઇન્ટરનેટની સુવિધા છે. 'ડિજિટલ ઈન્ડિયા' પહેલ હેઠળ, સરકારે મેટ્રો, ટિયર-2 અને ટાયર-3 શહેરો તેમજ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને જોડવા માટે અનેક પગલાં લીધાં છે.


'ડિજિટલ ઈન્ડિયા' પહેલ હેઠળ, હાલમાં દેશના 95 ટકા ગામડાઓમાં 3G અથવા 4G ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી. સંચાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં (માર્ચ 2024) કુલ 95.44 કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો છે. તેમાંથી 39.83 કરોડ યુઝર્સ ગ્રામીણ ભારતમાં છે.


કુલ સંખ્યા 25.15 કરોડથી વધીને 95.44 કરોડ થઈ છે


છેલ્લા એક દાયકામાં દેશમાં મોબાઈલ ગ્રાહકોની કુલ સંખ્યા 25.15 કરોડથી વધીને 95.44 કરોડ થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે 14.26 ટકા CAGR નો વધારો થયો છે. સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ટેલિકોમ નેટવર્કને દેશના ખૂણેખૂણે વિસ્તરણ કરવામાં આવ્યું છે. આમાં ટાયર 2 અને ટાયર 3 શહેરો તેમજ દેશના આંતરિક વિસ્તારોનો સમાવેશ થાય છે.


સરહદી વિસ્તારોમાં મોબાઈલ ટાવર લગાવવાના નિયમોમાં ફેરફાર


ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા માટે સરકારે 'ભારતનેટ' પ્રોજેક્ટ શરૂ કર્યો. તેનો ઉદ્દેશ દેશની તમામ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા જોડવાનો હતો. સરકારે કહ્યું કે 2.2 લાખ ગ્રામ પંચાયતોમાંથી 2.13 લાખ ગ્રામ પંચાયતો ભારતનેટ સાથે જોડાયેલી છે. ઓગસ્ટ 2022માં સરકારે સરહદી વિસ્તારોમાં મોબાઈલ ટાવર લગાવવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો, જેથી મોબાઈલ ઈન્ટરનેટની સુવિધા વધુ લોકોને ઉપલબ્ધ કરાવી શકાય.