Phone Hacking: ભારતીય યૂઝર્સ આજકાલ હેકિંગનો વધુ ભોગ બની રહ્યાં છે, ઇન્ટરનેટ હોય કે કૉલ.. દરેક રીતે હેકર્સ મોબાઇલ ફોન યૂઝર્સને પોતાના જાળમાં ફસાવી રહ્યાં છે. વધતી જતી હેકિંગની ઘટનાઓ બાદ હવે મોબાઇલ અને પર્સનલ ડેટા પર લોકો સવાલો ઉભા કરી રહ્યાં છે, લોકોને ડર છે કે હેકર્સ ગમે તે રીતે કોઇપણ ફોનને હેક કરી શકે છે. અહીં અમે તમને એવી પાંચ મેથડ વિશે બતાવી રહ્યાં છીએ કે, જે તમને આસાનીથી જાળમાં ફસાવી શકે છે અને તમારો ફોન હેક કરી શકે છે.  


આ પાંચ રીતે કોઇપણનો ફોન થઇ શકે છે હેક - 


મિસ્ડ કોલઃ- 
મિસ્ડ કોલ દ્વારા હેકર્સ સ્માર્ટફોન યૂજર્સને ટાર્ગેટ બનાવે છે. હાલમાં ફેસબુકની મીલિકીની વોટ્સએપમાં એક બાબત સામે આવી હતી. જેની મદદથી સ્પાયવેર એન્ડ્રોયડ કે આઈઓએસ ફોનને માત્ર માટે મિસ કૉલ કરીને હેક કરી શકે છે.


ફેક એપ્સઃ-
સાઈબર ક્રિમિનલ્સ અને હેકર્સ માટે આ ખાસ કૉમન મેથડ છે. જેના દ્વારા તમારા ફોનને ટાર્ગેટ કરવામાં આવે છે. યૂઝર્સને મેલેશિય્સ એર સ્પાયવેર કે બીજા માલવેર સાથે ડાઉનલૉડ કરાવાય છે. જેમાંથી મોટાભાગની થર્ડ પાર્ટી એપ હોય છે.


વૉટ્સએપ, ઇમેઇલ કે એસએમએસઃ- 
વૉટ્સએપ, ઇમેલ કે એસએમએસ દ્વારા હેકર્સ મેસેજ કરીને યૂઝર્સને લિંક મોકલે છે. તેના પર ક્લિક કરવાની સાથે ફોનમાં વાયરસ કે સૉફ્ટવેર ઈન્સ્ટૉલ થઈ જાય છે. જે યૂઝર્સના પર્સનલ ડેટા ચોરવાની સાથે ડિવાઇસ પર કંટ્રૉલ કરી લે છે.


સિમ કાર્ડ સ્વેપઃ- 
જ્યારે તમારી પર્સનલ જાણકારી એક્સેસ કરી લે ત્યારે હેકર્સ સિમ કાર્ડ સ્વેપ કરી લે છે. જે બાદ હેકર્સ ટેલીકોમ ઓપરેટર્સ સાથે સંપર્ક કરીને નવું સિમ લઈ લે છે. નવું સિમ આવ્યા બાદ જૂનું સિમ ડિએક્ટિવ થઈ જાય છે.


બ્લૂટૂથ હેકિંગઃ-
કેટલાય હેકર્સ બ્લૂટૂથની મદદથી પણ ડિવાઇસ હેક કરે છે. આ માટે તે સ્પેશ્યલ સૉફ્ટવેરનો ઉપયોગ કરે છે. આ હેકિંગ મોટાભાગે પબ્લિક પ્લેસમાં થાય છે. પબ્લિક વાઇ ફાઇનો ઉપયોગ કરતાં લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે.


 


Twitter : શું ટ્વિટરને રિપ્લેશ કરી દેશે થ્રેડ્સ? ઈન્સ્ટા હેડે જ આપ્યો જવાબ


2 દિવસ બે દિવસ પહેલા જ Metaએ 100 થી વધુ દેશોમાં Twitterની પ્રતિસ્પર્ધી એપ્લિકેશન Threads લોન્ચ કરી હતી. અત્યાર સુધીમાં 70 મિલિયનથી વધુ લોકો આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. થ્રેડ્સે માત્ર થોડા જ દિવસોમાં આટલો વિશાળ યુઝર બેઝ હાંસલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભલે એપનો યુઝરબેઝ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ ટ્વિટરની સરખામણીએ લોકો આ એપને ઓછી પસંદ કરી રહ્યા છે. તેનું કારણ એપની ખામી અને ઓછા ફીચર્સ છે. 


આ એપ લોન્ચ થયા બાદ ટ્વિટર અને થ્રેડ્સ પર ઘણા લોકોએ આ સવાલ પૂછ્યો હતો કે, શું થ્રેડ્સ ટ્વિટરનું સ્થાન લેશે? હવે આ સવાલનો જવાબ ખુદ ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ આપ્યો છે.