Xiaomi And IQOO Launch Cancelled: જાણીતી સ્માર્ટફોન દિગ્ગજ કંપનીઓ Xiaomi અને iQOO એ પોતાના યૂઝર્સને પૉસ્ટ દ્વારા એ જાણકારી આપી છે કે, તે પોતાના અપકમિંગ લૉન્ચ ઇવેન્ટ પૉસ્ટપૉન કરી રહી છે. Xiaomi 1 ડિસેમ્બરે પોતાની નવી સ્માર્ટફોન સીરીઝ Xiaomi 13 લૉન્ચ કરવાની હતી, જ્યારે IQ કંપનીની iQOO 11 સીરીઝ અને iQOO Neo 7 ફોન 2 ડિસેમ્બરને લૉન્ચ કરવાનો પ્લાન હતો. બન્ને કંપનીઓએ ચીની માઇક્રો બ્લૉગિંગ સાઇટ વીબો પર એક પૉસ્ટના માધ્યમથી લૉન્ચ ઇવેન્ટને પૉસ્ટપૉન કરવાની વાત કહી છે. લૉન્ચિંગ નવો સમય અને તારીખ જલદી બતાવવામાં આવશે.
કેમ થઇ લૉન્ચ ઇવેન્ટ પૉસ્ટપૉન -
બન્ને કંપનીઓએ લૉન્ટ ઇવેન્ટને પૉસ્ટપૉન કરવાની ખબર આપી છે, જોકે, આની પાછળના કારણે ખુલીને નથી આવી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ Jiang Zemin નિધન થઇ જવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચીની ન્યૂઝ એજન્સીનુ માનીએ તો બુધવારે સ્થાનિક સમયે બપોરે 12:13 વાગે શાંઘાઇમાં Jiang Zeminનુ નિધન થઇ ગયુ, તેમની ઉંમર 96 વર્ષની હતી, જે પછી બન્ને કંપનીઓએ લૉન્ચ ઇવેન્ટને પૉસ્ટપૉન કરવાની ખબર આપી. આશા છે કે, કંપનીઓ જલદી Xiaomi 13, iQOO 11 અને iQOO Neo 7 સ્માર્ટફોન્સની લૉન્ચિંગની નવી તારીખ એનાઉન્સ કરશે.
Vivoએ પોતાની સૌથી ધાંસૂ પ્રૉડક્ટ Vivo X90 સીરીઝને કરી લૉન્ચ, જાણો કિંમત સાથે તમામ ડિટેલ્સ
Vivo X90 Series: વીવોએ પોતાની મચ અવેટેડ સ્માર્ટફોન સીરીઝ વીવો એક્સ90 5જી સીરીઝને 22 નવેમ્બર, 2022એ ચીનમાં લૉન્ચ કરી દીધી છે. આ સીરીઝમાં કંપની દ્વારા પોતાના ત્રણ સ્માર્ટફોન Vivo X90 5G, Vivo X90 Pro 5G અને Vivo X90 Pro+ 5Gને લૉન્ચ કરવામાં આવ્યા છે.
તો બીજી બાજુ સેમસંગે પણ પોતાની Samsung Galaxy S23 સીરીઝને લઇને ચર્ચામાં ટકી છે. આમાં પણ ત્રણ સ્માર્ટફોન Galaxy S23, Galaxy S23+ અને Galaxy S23 Ultra ને લૉન્ચ કરવામાં આવી શકે છે. કંપની તરફથી હજુ સુધી કોઇ ઓફિશિયલી લૉન્ચિંગને લઇને કોઇપણ જાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો. જાણો આ સીરીઝ વિશે....
Vivo X90 Series Price and Availability (કિંમત અને ઉપલબ્ધતા)
Vivo X90 5G ફોનને ચીનમાં 4 વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 8GB + 128GB ની કિંમત CNY 3,699 (લગભગ 42,320 રૂપિયા), 8GB + 256GB મૉડલની કિંમત CNY 3,999 (લગભગ 45,759 રૂપિયા), 12GB + 256GB મૉડલની કિંમત CNY 4,499 (લગભગ 51,462 રૂપિયા) અને 12GB + 512GB ની કિંમત CNY 4,999 (લગભગ 57,182 રૂપિયા) છે, આ ફોનનુ પ્રી બુકિંગ 22 નવેમ્બરથી જ શરૂ થઇ ચૂક્યુ છે. જ્યારે આનો સેલ 30 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.