Realme 11 Pro 5G: ટેક માર્કેટમાં હવે શાનદાર સ્માર્ટફોનની એન્ટ્રી થઇ ચૂકી છે. ચીની કંપની રિયલમીએ પોતાના નવા ઇનૉવેશનને માર્કેટમાં ઉતાર્યુ છે, રિયલમી પોતાના નવા લેટેસ્ટ સ્માર્ટફોન Realme 11 Pro+ 5G ની સાથે ભારતમાં Realme 11 Pro 5G પણ લૉન્ચ કર્યો છે. આ ફોનના ફિચર્સ પ્લસ સીરીઝ જેવા જ છે. બે ફોન વચ્ચેનો મુખ્ય તફાવત ફોનનો કેમેરો અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ફિચર છે. આમાં 100-મેગાપિક્સલનો કેમેરા અને 67W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે, જાણો આ નવા લૉન્ચ થયેલા સ્માર્ટફોન વિશે.... 


રિયલમી 11 પ્રૉ 5G ની કિંમત અને ઉપલબ્ધતા - 
Realme 11 Pro 5G, આ ફોનને ત્રણ વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. પ્રથમ વેરિઅન્ટ 8GB રેમ અને 128GB સ્ટૉરેજ છે, આની કિંમત 23,999 રૂપિયા છે. બીજો 8GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળો છે, આની કિંમત 24,999 રૂપિયા છે. અને આનું હાઇ એન્ડ વેરિઅન્ટ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. આની કિંમત 27,999 રૂપિયા છે. આ ફોન સનરાઇઝ બેઝ, ઓએસિસ ગ્રીન, એસ્ટ્રલ બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આનું વેચાણ 16 જૂને બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ, Realme.com અને રિટેલ સ્ટૉર્સ પરથી કરવામાં આવશે.


Realme 11 Pro 5G, આ માટેના પ્રી-ઓર્ડર 9 જૂને રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે. આનું અર્લી એક્સેસ સેલ આજે સાંજે 6 થી 8 દરમિયાન યોજાશે. આ દરમિયાન 2,000 રૂપિયા સુધીની ઑફર મળશે.


Realme 11 Pro 5Gના ફિચર્સ - 
ફોનમાં 6.7-ઇંચ OLED FHD + કર્વ્ડ ડિસ્પ્લે (2412×1080) છે. 120 Hzનો રિફ્રેશ રેટ છે. આ MediaTek Dimensity 7050 પ્રૉસેસર સાથે આવે છે. આમાં 12 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. વળી, 256 GB સ્ટૉરેજ આપવામાં આવ્યું છે. ડાયનેમિક રેમ ફિચર દ્વારા આની રેમને 12 જીબી સુધી પણ વધારી શકાય છે. વળી, આના સ્ટૉરેજને માઇક્રૉએસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વધારી શકાય છે. આ ફોન Android 13 પર Realme UI 4.0 સ્ક્રીન સાથે કામ કરે છે.


ફોટોગ્રાફીની વાત કરીએ તો ફોનમાં ડ્યૂઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આમાં 100 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. બીજો 2 મેગાપિક્સલનો પૉટ્રેટ કેમેરો છે. આમાં હાઇપરવિઝન મૉડ પણ હાજર છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 5000 mAh બેટરી સાથે 67W વાયર્ડ સુપરવૂક ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ફોનનું વજન 185 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે ડ્યૂઅલ સિમ, ડ્યૂઅલ સ્ટેન્ડબાય 5જી ​​નેટવર્ક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.