નવી દિલ્હીઃ Googleના કેટલાક ડિવાઇસ જેવા કે Maps, Gmail અને YouTubeનો ઉપયોગ કરનારા યૂઝર્સને કંપનીએ ઝટકો આપ્યો છે. ખરેખરમાં, Googleએ વધુ જુના થઇ ચૂકેલા સ્માર્ટફોન્સમાં આ એપ્સના સપોર્ટને બંધ કરી દીધો છે. આ પછી હવે જુના એન્ડ્રોઇડ વર્જન પર ચાલી રહેલા સ્માર્ટફોન્સમાં ગૂગલની આ એપ્સ કામ નહીં કરે. આ લિસ્ટમાં ક્યાંય તમારો સ્માર્ટફોન તો નથી ને. આવો આ લિસ્ટ પર નાંખીએ એક નજર..... 


આ સ્માર્ટફોનમાં નહીં ચાલે આ Apps- 
Google અનુસાર એન્ડ્રોઇડ 2.3.7 કે તેનાથી નીચેના એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરી રહેલા સ્માર્ટફોન યૂઝર્સ ગૂગલની કેટલીય એપ્સનો ઉપયોગ નહીં કરી શકે. આ એન્ડ્રોઇડ વર્ઝ જુના છે અને આને વર્ષ 2010માં રિલીઝ કરવામાં આવ્યા હતા. કંપની અનુસાર 27 સપ્ટેમ્બર, 2021થી એન્ડ્રોઇડ 2.3.7 કે તેનાથી નીચેનામાં કામ કરનારા ડિવાસીસ પર જીમેઇલ, મેપ સહિત યુટ્યૂબ નહીં ચાલે. જો કોઇ તેને સાઇન કરે છે તો તેની સામે એરર આવશે. 


સુરક્ષા માટે ઉઠાવ્યુ પગલુ- 
Google પોતાના યૂઝર્સની સુરક્ષા માટે આ પગલુ ઉઠાવવામાં આવી રહ્યું છે. કંપનીએ યૂઝર્સને કહ્યું કે જો તેમનો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 2.3.7 કે તેનાથી નીચેના વર્ઝન પર ચાલી રહ્યો છે તો આવા યૂઝર્સને પોતાના સ્માર્ટફોન્સ એન્ડ્રોઇડ 3.0 કે તેનાથી ઉપર ચાલનારા વર્ઝન પર અપડેટ કરી લેવુ જોઇએ. જેથી તે ગૂગલની એપ્સને આસાનીથી યૂઝ કરી શકે. 


આ છે લિસ્ટ- 
Googleનો સપોર્ટ બંધ કર્યા બાદ Sony Xperia Advance, Sony Xperia Go, Sony Xperia P, Sony Xperia S, Lenovo K800, Vodafone Smart II, Samsung Galaxy S2 અને LG Spectrum સ્માર્ટફોનમાં જીમેઇલ, ગૂગલ મેપ અને યુટ્યૂબ એપ્સ કામ નહીં કરે. સાથે જ LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire અને Motorola XT532 સ્માર્ટફોનમાં પણ કંપનીએ સપોર્ટ બંધ કરી દીધો છે.