Nothing Phone (2): ટેક જગતમાં વધુ એક ખતરનાક ફિચર્સ વાળો સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યો છે. આ ફોનનું નામ છે Nothing Phone (2). નથિંગ ફોન 2માં કેટલાય એવા ફિચર્સ સામેલ હશે જે તમને અન્ય સ્માર્ટફોનમાં જોવા નહીં મળી શકે. ફેન્સને ઘણા સમયથી ઇન્તજાર હતો કે, નથિંગ ફોન 2 ક્યારે લૉન્ચ થશે, હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેની લૉન્ચિંગ ડેટ સામે આવી છે. લંડન સ્થિત ટેક કંપની નથિંગે ફોનના લૉન્ચની સમયરેખાની પુષ્ટિ કરી છે. લેટેસ્ટ અપડેટ મુજબ ફોનને બ્રિટિશ સમર દરમિયાન લૉન્ચ કરવામાં આવશે, એટલે કે, નથિંગ ફોન 2 ફોન આ વર્ષે જૂન કે પછી ઓગસ્ટ સુધીમાં માર્કેટમાં લૉન્ચ થઇ શકે છે. રિલીઝનો ચોક્કસ મહિનો હજુ જાહેર થયો નથી. 


નથિંગ ફોન 2ની ડિટેલ્સ લીક્સ - 
નથિંગ ફોન (2) ને નથિંગ ફોન (1) જેવી જ પારદર્શક ડિઝાઇન મળવાની અપેક્ષા છે. ફોન સંપૂર્ણપણે પારદર્શક નહીં હોય, પરંતુ હા તેની ડિઝાઇન અન્ય સ્માર્ટફોનની સરખામણીમાં એકદમ યુનિક હશે. જેમ આપણે નથિંગ ફોન (1) માં પણ જોયું છે. વધુમાં ટેક કંપનીએ જાહેરાત કરી છે કે, તેણે ફોનને શક્તિશાળી સ્નેપડ્રેગન 8 સિરીઝના પ્રોસેસરથી સજ્જ કરવા માટે ક્યુઅલકોમ સાથે સહયોગ કર્યો છે, જે સૂચવે છે કે ઉપકરણની કિંમત નથિંગ ફોન (1) કરતાં વધુ હોઈ શકે છે.


શું નથિંગ ફોન (2) ભારતમાં લોન્ચ થશે ?
નથિંગ ફોન (1) ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં દેશમાં નથિંગ ફોન (2) પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે, નથિંગ ફોન (1) એ મિડ-રેન્જ સેગમેન્ટને ટાર્ગેટ કર્યો છે. ચાલો ફાયદાઓ વિશે પણ જણાવીએ. ફ્લિપકાર્ટ પર સેલ ચાલુ છે અને સેલમાં કંઈ ફોન (1) ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, નથિંગ ફોન (1) ફ્લિપકાર્ટ સેલ દરમિયાન 25,999 રૂપિયાની ડિસ્કાઉન્ટેડ કિંમતે ખરીદી શકાય છે, જેમાં બેંક ઑફર્સનો સમાવેશ થાય છે.


 


Apple Updates: આવી રહ્યો છે એપલનો લેટેસ્ટ iPhone 15, પહેલા નહીં મળ્યા હોય એવા હશે આ ફિચર્સ........


iPhone Updates: દુનિયાની સૌથી મોટી ટેક કંપનીમાંની એક એપલ હવે પોતાનો નવો દમદાર ફોન લૉન્ચ કરવાની છે. અત્યારે iPhone 15ને લઇને જે વાતો ઇન્ટરનેટ પર થઇ રહી છે, તે તમામ એ બતાવે છે કે, આ ફોન અત્યાર સુધીની તમામ આઇફોન કરતાં સૌથી એકદમ અલગ હશે. iPhone 15 પ્રૉ મૉડલમાં તમને 8GB રેમ મળી શકે છે, જ્યારે તમામ આઇફોન 14 પ્રૉમાં માત્ર 6GB રેમ જ કંપની આપે છે. iphone 15 pro max ની કિંમત 1299 ડૉલર હોઇ શકે છે, વળી, 1 TB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 17,99 ડૉલર સુધી જઇ શકે છે. ધ્યાન આપો, અધિકારીક રીતે હજુ કિંમતને લઇને કંપનીએ કોઇ સ્પષ્ટતા નથી કરી.


USB Type C: સૌથી જરૂરી વાત એ છે કે Iphone 15ના તમામ મૉડલ્સમાં તમને જોવા મળશે, અને તે એ છે કે, Iphone 15 યૂએસબી ટાઇપ સી પોર્ટ સાથે આવશે. કહેવાઇ રહ્યું છે કે, એપલ પોતાના યૂએસબી ટાઇપ સી ચાર્જર અને ચાર્જિંગ પોર્ટને એક્સક્લૂસિવ બનાવશે, જેથી કોઇ બીજુ ચાર્જર આમાં ના લાગી શકે.


iPhone 14 Pro Maxમાં હાલમાં ડાયનેમિક આઇલેન્ડ ફિચર મળે છે. જેનાથી યૂઝર્સ નૉટિફિકેશન, એલર્ટ વગેરેને સ્ક્રીન પર જોઇ શકે છે, એટલે કે Iphone 15ના તમામ મૉડલ્સને ડાયનેમિક આઇલેન્ડ ફિચર મળશે, જ્યારે હજુ આ માત્ર આઇફોન Iphone 14 Pro Max માં હતુ. ઇન્ટરનેટ પર તો જાણકારી સામે આવી છે તે અનુસાર, iPhone 15 પ્રૉ કે આઇફોન 15 અલ્ટ્રા વિના બટનને લૉન્ચ થઇ શકે છે. એટલે કે આ ફોનમાં તમને ટચ બટન મળશે, જેવુ કે આઇફોન 6 કે 7 માં પહેલા આવતુ હતુ, એ પણ કહેવાઇ રહ્યું છે કે એપલ આઇફોન 15ને પ્રૉ મેક્સના બદલે આને 15 અલ્ટ્રા નામ આપી શકે છે. iPhone 15 ના સ્ટાન્ડર્ડમાં પણ તમને 48 મેગાપિક્સલનો રિયર કેમેરો મળશે, જ્યારે અત્યાર સુધી માત્ર પ્રૉ મૉડલ્સમાં જ કંપની 48 મેગાપિક્સલનો કેમેરો આપતી હતા.