આ ફોનમાં ફોટોગ્રાફી માટે રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એન્ગલ લેન્સ, 5 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર સામેલ છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Poco M2 Proને ત્રણ વેરિએન્ટમાં માર્કેટમાં ઉતાર્યો છે. Poco M2 Pro 4GB રેમ + 64GB સ્ટોરેજની કિંમત 13,999 રૂપિયા છે,
6GB રેમ+ 64GB સ્ટોરેજની કિંમત 14,999 રૂપિયા, 6GB રેમ + 128GB સ્ટોરેજની 16,999 રૂપિયા રાખવામાં આવી છે.
Poco M2 Pro માં 1080x2400 પિક્સલ રિઝોલ્યૂશનવાળી 6.67 ઈંચની HD+ ડિસ્પલે સાથે સેફ્ટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નો સપોર્ટ આપવામાં આવ્યો છે. પ્રોસેસર ક્વોલ કોમ સ્નેપડ્રેગન 720G છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર આધારિત MIUI 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.આ સ્માર્ટફોનમાં બેટરી 5000 mAh આપવામાં આવી છે જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે છે.