Polls on X: માઇક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મ ટ્વીટર એટલે કે એક્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. એલન મસ્કે રવિવારે જાહેરાત કરી છે કે, ટૂંક સમયમાં માત્ર પ્રીમિયમ યૂઝર્સ એટલે કે X પર પેઇડ યૂઝર્સ જ રાજકીય મુદ્દાઓ સહિત તમામ વિષયો પર પૉલમાં ભાગ લઈ શકશે. એવા યૂઝર્સ જે મફતમાં એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમને પૉલમાં ભાગ લેવાના રાઇટ્સ નહીં મળે. ખરેખરમાં, આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી બૉટ્સ ટાળી શકાય અને યૂઝર્સ સચોટ પરિણામો મેળવી શકે. ઓથર અને ઉદ્યોગસાહસિક બ્રાયન ક્રેસેનસ્ટીને સૌપ્રથમ આ વિશેષતા સંબંધિત એક પૉસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે X એ ફક્ત બ્લૂ ચેકમાર્ક ધરાવતા યૂઝર્સને પૉલમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ. તેના પર એલન મસ્કે કહ્યું કે તે જલ્દી આવી રહ્યું છે.


ઘણા બધા બૉટ્સને કર્યા બંધ - 
એલન મસ્કે કહ્યું કે અમે માત્ર વેરિફાઈડ યૂઝર્સને જ વૉટ આપવા દેવા માટે પૉલ સેટિંગ બદલી રહ્યા છીએ. વિવાદાસ્પદ મુદ્દાઓ પર બૉટ-સ્પામ ઘટાડવા માટે આ જરૂરી છે. આ સાથે તેણે કહ્યું કે અમે આ અઠવાડિયે ઘણા બૉટ્સ પણ બંધ કર્યા છે.


જલદી મળશે આ ફિચર  - 
એલન મસ્કે હાલમાં જ X યૂઝર્સને વૉઈસ અને વીડિયો કૉલનો ઓપ્શન આપવાની વાત કરી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં લોકો ફોન નંબર સેવ કર્યા વિના પણ આ પ્લેટફોર્મ દ્વારા એકબીજાને કૉલ કરી શકશે. આ સુવિધા Android, iOS, MacOS અને Windows માં દરેક માટે ઉપલબ્ધ હશે.


એલન મસ્ક એકઠો કરશે તમારો તમામ ડેટા - 
ટ્વિટરના માલિક મસ્ક ફક્ત તમારા બાયૉમેટ્રિક ડેટા, જોબ હિસ્ટ્રી, શૈક્ષણિક ડેટાનો ઉપયોગ કરશે નહીં, પરંતુ તે તેમની AI કંપની માટે ઓપન સૉર્સ અને ટ્વિટર પર ઉપલબ્ધ તમામ માહિતી પણ એકત્રિત કરશે જેથી તેમનું ટૂલ (xAI) શ્રેષ્ઠ બની શકે. કંપનીએ હાલમાં જ તેની પ્રાઈવસી અપડેટ કરી છે. એવું લખવામાં આવ્યું છે કે કંપની પૉલિસીમાં ઉલ્લેખિત હેતુઓ માટે તેના મશીન લર્નિંગ અથવા AI મૉડલ્સને તાલીમ આપવા માટે જાહેરમાં ઉપલબ્ધ માહિતી એકત્રિત કરશે અને તેનો ઉપયોગ કરશે.