નવી દિલ્હીઃ સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License)ને લઇને છેલ્લા કેટલાય સમયથી કેટલાય યોગ્ય પગલા ભર્યા છે. આ પછી લાયસન્સ કઢાવનારા લોકોને ખુબ સરળતા મળી છે. વળી હવે આ દિશમાં સરકાર વધુ એક નવી પહેલ કરવા જઇ રહી છે. ખરેખરમાં આગામી વર્ષથી RTOમાં ટેસ્ટ માટે અઠવાડિયામાં કોઇપણ દિવસ સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી કોઇપણ સમયે જઇ શકાશે, એટલે કે શિફ્ટ 12 કલાક રહેશે. આનાથી એક દિવસમાં વધુ અરજદારોના કામ થઇ શકશે. 


આ RTOsથી થશે શરૂઆત- 
સરકાર આની શરૂઆત દિલ્હીના પાંચ સૌથી વ્યસ્ત આરટીઓથી કરશે. આમાં સરાય કાલેખાંન (સાઉથ ઝૉન), લૉની રૉડ (નૉર્થ ઝૉન), શકુર બસ્તી (નૉર્થ વેસ્ટ ઝૉન), રોહિણી (નૉર્થ વેસ્ટ II ઝૉન) અને જનકપુરી (વેસ્ટ ઝૉન) સામેલ છે. આ આરટીઓમાં સૌથી વધુ અરજદાર આવે છે. વળી, આ પછી જરૂરિયાતના હિસાબથી બીજા આરટીઓમાં પણ આ સુવિધા આપવામાં આવશે.  


લાઇનમાં લાગવાની ઝંઝટ થશે ખતમ-
આગામી વર્ષે લાડો સરાય, હરીનગર અને ઝરોદા કલાંનુ કામ પુરુ થવાની સાથે જ દિલ્હીમાં કુલ 12 ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હશે. એજન્સી દ્વારા સરકાર આ ટ્રેક્સના મેઇન્ટેનન્સનુ પણ પ્લાનિંગ કરી રહી છે. આ ઉપરાંત સરકાર એવી સિસ્ટમની શરૂઆતની પણ શરૂઆત કરશે, જેનાથી લાઇનમાં લાગનારી ભીડથી પણ છુટકારો મળી જશે. ઇલેક્ટ્રૉનિક ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમથી એપ્લિકેન્ટ પોતાના નંબર પ્રમાણે ટેસ્ટ માટે આવતા રહેશે. આ ટેસ્ટ સેન્ટર્સમાં દરેક જગ્યાએ CCTV કેમેરા લાગેલા હશે, જેને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેડક્વાર્ટર દ્વારા મૉનિટર કરવામાં આવી શકશે. સાથે જ આ સેન્ટરો પર સુવિધા માટે એક મેનેજર પણ હશે. 


ઓનલાઇન બુક કરી શકશો સ્લૉટ- 
ટેસ્ટ માટે એપ્લિકેન્ટ્સ પોતાના સ્લૉટ ઓનલાઇન બુક કરી શકશે. જે પછી બુક કરવામા આવેલી ડેટ અને ટાઇમ પ્રમાણે સેન્ટર પર આવવાનુ રહેશે. આ પછી અધિકારી તમામ ડૉક્યુમેન્ટ્સ ચેક કરશે. પછી એપ્લિકેન્ટ્સને વેટિંગ એરિયામાં પોતાનો નંબર આવવાની રાહ જોવી પડશે, અને પોતાનો વારો આવવા પર ટેસ્ટ આપવો પડશે. આ પછી ટેસ્ટ રિઝલ્ટ સંબંધિત અધિકારીને મોકલી દેવામાં આવશે, ત્યારબાદ એપ્લીકેન્ટને લાયન્સ ઇશ્યૂ થશે. 


Car loan Information:

Calculate Car Loan EMI