નવી દિલ્હીઃ પબજી (PUBG)ના દિવાનાઓનો ઇન્તજાર ખતમ થવાની તૈયારીમાં છે. હવે તેના ફેન્સને જલ્દી જ ખુશખબરી મળવાની છે. લાંબા સમય બાદ ગેમ ભારતમાં વાપસી કરવા જઇ રહી છે, પરંતુ હવે આ ગેમને પબજી નહીં પરંતુ બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા (Battlegrounds Mobile India)ના નામથી લૉન્ચ કરવામાં આવશે. જોકે કંપની તરફથી આની કોઇ અધિકારીક લૉન્ચ ડેટની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે આ ગેમ જૂનમાં વાપસી કરી શકે છે.


કડક હશે નિયમો.....
વળી, આ પહેલા ગેમ ડેવલપર્સ Krafton ने Battlegrounds Mobile Indiaની પ્રાઇવસી અને સિક્યૂરિટી પૉલીસીનો ખુલાસો કરી દીધો છે. આ નવી પૉલીસી અંતર્ગત કંપનીએ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ગેમ રમવા માટે નિયમ વધુ કડક કરી દેવામાં આવ્યા છે. વળી ક્રાફ્ટન ગેમનુ પ્રી-રજિસ્ટ્રેશન જલ્દી શરૂ કરી શકે છે. 


મળશે બધાને નૉટિફિકેશન્સ..... 
Battlegrounds Mobile Indiaના પ્રી-રજિસ્ટ્રેશન કરાવવા પર ગેમ સાથે જોડાયેલા તમામ નૉટિફિકેશન્સ મળતા રહેશે. આના પ્રી-રજિસ્ટ્રેશન બાદ યૂઝર્સને ટાઇમ ટૂ ટાઇમ ગેમનુ અપડેટ્સ મળશે. Battlegrounds Mobile Indiaને જલ્દી જ ગૂગલ પ્લે સ્ટૉર અને એપલ સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકાશે. 


આગામી મહિને થઇ શકે છે લૉન્ચ.....
ગેમ ડેવલર્સ કંપની Kraftonએ અત્યારે ગેમની લૉન્ચિંગ ડેટની સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ રિપોર્ટ્સનુ માનીએ તો બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ આગામી મહિને લૉન્ચ કરવામાં આવી શકે છે. ગેમના પ્રી-રજિસ્ટ્રેશન લૉન્ચિંગથી દસ દિવસ પહેલા શરૂ થવાની આશા છે. Battlegrounds Mobile Indiaનુ પ્રી-રજિસ્ટ્રેશન લાઇવ થયા બાદ આને ગૂગલ પ્લે સ્ટૉર અને એપલ સ્ટૉર પરથી યૂઝર્સ પ્રી-રજિસ્ટર્ડ કરાવી શકશે. 


લૉન્ચની તૈયારીઓ કરી કરી હતી કંપની....
ઇન્ડિયન ગેમિંગ કૉન્ફરન્સ 2021 (PUBG company) દરમિયાન કંપનીએ કહ્યું હતુ કે, ભારતમાં આ ગેમને સ્પેશ્યલ ડિઝાઇન અને નવા ડેવલપમેન્ટની સાથે ફરી એકવાર લૉન્ચ કરવામાં આવશે. આને લઇને કંપની તૈયારીઓ કરી રહી છે, જોકે, તેમને એ પણ કહ્યું હતું કે હજુ PUBG New State ઓપન નથી થયુ. એટલા આના પ્રી-રજિસ્ટ્રેશન નહીં થઇ શકે. આ ગેમને લૉન્ચ કરવા માટે સરકાર તરફથી લીલી ઝંડી મળવાની બાકી છે. 


અગાઉ નોકરી માટે માંગી હતી અરજીઓ....
PUBG Corporationને (PUBG Launch Update) પોતાના બેગ્લુંરુ ઓફિસ માટે એક ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટેજી એનાલિસ્ટની જરૂર છે. આવી એક જાહેરાત મળી હતી. અગાઉ આ માટે કંપનીએ linkedIn પર નોકરીની અરજીઓ મંગાવી હતી. PUBG Corporation એક એવો એમ્પલૉય ઇચ્છી રહી છે, જે મર્જર એન્ડ એક્વિઝિશન, ઇન્વેસ્ટમેન્ટ સાથે સંબંધિત ટિમ્સ માટે કામ આવે.