પબજી ડેવલપર્સે ગેમના ઓફીશિયલ હેન્ડલ પર એક ટીઝર લોન્ચ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, “ઓલ ન્યૂ પબજી મોબાઈલ ભારતમાં આવી રહ્યું છે, તમારા તમામ મિત્રો સાથે આ શેર કરો.” જ્યારે ટોક એસ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર નવી પબજી મોબાઈલ ગેમને લઈને પ્રિ રજિસ્ટ્રેશન ટેપટેપ સ્ટોર પર અવેલેબેલ છે. પ્રી રજિસ્ટ્રેશન આઈઓએસ અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ્સના યૂઝર્સ માટે અવેલેબેલ છે. જો તમે પણ પબજી મોબાઈલ ઇન્ડિયા માટે રજિસ્ટ્રેશન કરવા માગો છો તો તેના માટે ટેપટેપ કોમ્યુનિટીના સભ્ય બનવું પડશે.
નોંધનીય છે કે હાલમાં PUBG Corpએ જાહેરાત કરી કે, પબજી ગેમ ભારતમાં વાપસી કરી રહી છે. PUBGના અધિકાર ધરાવનાર દક્ષિણ કોરિયાની KRAFTON Inc એ જાહેરાત કરી છે કે, તે સુરક્ષા અને ગુપ્તતતા સંબંધિત ચિંતાઓને ઓછી કરવા માટે એક નવી ગેમ પબજી મોબાઈલ ઈન્ડિયા લોન્ચ કરવા જઈ રહી છે. ગત અઠવાડિયામાં KRAFTON એ Azure પર ગેમને હોસ્ટ કરવા માટે Microsoft સાથે એક ગ્લોબલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
કંપનીનું કહ્યું કે, PUBG કોર્પોરેશન માટે ભારતીય પ્લેયર્સના ડેટાની ગુપ્તતા અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતીય યૂઝર્સની વ્યક્તિગત ઓળખ રાખનારી સ્ટોરેજ પ્રણાલીયો પર નિયમિત ઓડિટ અને ચકાસણી કરશે અને તે સુનિશ્ચિત કરશે કે યૂઝર્સના ડેટા સુરક્ષિત રહે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 50 મિલિયનથી વધુ માસિક એક્ટિવ યૂઝર્સ સાથે પબજી મોબાઈલ દેશમાં પ્રતિબંધ થઈ તે પહેલા અત્યાર સુધીની લગભગ સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ હતી.