સોશ્યલ મીડિયા પર થઇ રહ્યો છે દાવો
ખરેખરમાં, સોશ્યલ મીડિયા પર આજકાલ સરકારની યોજનાઓને લઇને લોકો આ રીતની યોજનાઓના નામ પર કેટલાક લોકો સામાન્ય લોકો પાસે તેમની પર્સનલ ડિટેલ લઇને પૈસા હડપવાનુ કામ કરી રહ્યાં છે. PIBના ફેક્ટ ચેકમાં આ દાવો પુરેપુરા ખોટો બતાવવામાં આવી રહ્યો છે. PIB ફેક્ટ ચેક અનુસાર સરકાર તરફથી આવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
PIBએ કર્યુ એલર્ટ
PIBએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ફેક્ટ ચેકના માધ્યમથી લોકોને એલર્ટ કર્યા છે કે આ રીતની કોઇપણ યોજના માટે પર્સનલ જાણકારી આપતા પહેલા આની બરાબર તપાસ કરી લો, જેથી તમને નુકશાન ના વેઠવુ પડે. આ માટે કોઇપણ સરકારી યોજના જેના માટે તમે અરજી કરવા માંગો છો, પહેલા તેની વેબસાઇટ પર જઇને બરાબર તપાસ કરો, જો તમે આમ નહીં કરો તો તમે છેતરાઇ શકો છો. જેથી બરાબર ચેક કરો.