Rapido Decision:રેપિડોમાં આ  સમસ્યાની જાણકારી એક સિક્યોરીટી રિસર્ચરે મેળવી હતી.  સંશોધકે તપાસ કરી અને જાણવા મળ્યું કે એક વેબસાઈટ ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ હતું, જેમાં રેપિડો ઓટો-રિક્ષા યુઝર્સ  અને ડ્રાઈવરો પાસેથી ફીડબેક કલેક્ટ કરવામાં આવી રહ્યો હતો.


Rapido એ એપ્લિકેશનમાં સમસ્યાને ઠીક કરી છે. તાજેતરમાં, રાઈડ સર્વિસ પ્રોવાઈડર્સના યુઝર્સ અને ડ્રાઈવરોની વિગતો ઓનલાઈન લીક થઈ હતી. એપ્લિકેશનમાં આ સમસ્યાને કારણે યુઝર્સ અને ડ્રાઇવરોના સંપૂર્ણ નામ, ઇમેઇલ સરનામાં અને ફોન નંબર લીક થયા હતા. એક  સિક્યોરીટી રિસર્ચરે આ સમસ્યા વિશે જાણકારી મેળવી હતી. જોકે, કંપનીએ હવે આ સમસ્યાને ઠીક કરી દીધી છે.


ખરેખર, રેપિડોમાં સમસ્યા સિક્યોરીટી રિસર્ચર રંગનાથન પી દ્વારા શોધી કાઢવામાં આવી હતી.  સિક્યોરીટી રિસર્ચરને તેમની તપાસમાં જાણવા મળ્યું કે એક વેબસાઈટ ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ હતું, જેમાં રેપિડો ઓટો-રિક્ષા યુઝર્સ અને ડ્રાઈવરો પાસેથી ફીડબેક  એકત્રિત કરવામાં આવી રહ્યો હતો. તે ફીડબેક ફોર્મમાં યુઝરનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી ભરવામાં આવી રહી                              


આ રીતે ફીડબેક ફોર્મ સાર્વજનિક બન્યું


એક સિક્યોરીટી રિસર્ચરે  ટેક વેબસાઈટ TechCrunchને જણાવ્યું કે, Rapidoના APIમાં સમસ્યાને કારણે આ ફીડબેક ફોર્મ સાર્વજનિક થઈ ગયું છે. રેપિડોએ પ્રતિસાદ માટે તૃતીય પક્ષ સેવાનો ઉપયોગ કર્યો હતો. આ લીકમાં, યુઝર્સ અને ડ્રાઇવરો વિશેની માહિતી ધરાવતા 1800 ફીડબેક ફોર્મ્સ સાર્વજનિક થઈ ગયા, જેના કારણે ઘણા લોકોના મોબાઈલ નંબર અને અન્ય વ્યક્તિગત માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થઈ.


રેપિડોના સીઈઓ અરવિંદ શનાકાએ આ વાત કહી


સિક્યોરિટી રિસર્ચરે કહ્યું કે આ ડેટા લીકના કારણે મોટું કૌભાંડ થઈ શકે છે. કારણ કે ડ્રાઇવરો અને યુઝર્સ ની માહિતી સાર્વજનિક છે, હેકર્સ લોકોને ડિજિટલી અરેસ્ટ  કરી શકે છે. જો કે, રેપિડોએ હવે યુઝર્સ અને સર્વિસ પ્રોવાઇડરની મુખ્ય માહિતી છુપાવી છે. રેપિડોના સીઈઓ અરવિંદ શનાકાએ કહ્યું છે કે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા તરીકે અમે યુઝર્સ પાસેથી ફીડબેક લઈએ છીએ. આ ફીડબેક થર્ડ પાર્ટી  કંપની દ્વારા સંચાલિત થાય છે. થર્ડ પાર્ટી મેનેજમેન્ટના કારણે યુઝર્સની અંગત માહિતી લીક થઈ છે