નવી દિલ્હીઃ રિયલમી (Realme) છેવટે તે ફોનને લૉન્ચ કરવા જઇ રહી છે, જેને લઇને તેને પોતાના ફેન્સને વાયદો કર્યો હતો. રિયલમી 8 5જી (Realme 8 5G) સીરીઝને (Realme Series)21 એપ્રિલે લૉન્ચ કરવામાં આવશે. કંપનીએ આના માટે એક વીડિયો ટીજર પણ રોલઆઉટ કર્યુ છે, લૉન્ચનુ આયોજન થાઇલેન્ડમાં (Thailand Launch) કરવામાં આવશે, પરંતુ ભારતમા આ ફોન ક્યારે આવશે, તેની હાલ કોઇ જાણકારી નથી. સુત્રો પ્રમાણે, થાઇલેન્ડમાં લૉન્ચ બાદ જ આને ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવશે, વળી ફોનમાં કેટલાય અપગ્રેડેડ ફિચર્સ (Upgraded Features) પણ આપવામાં આવ્યા છે.


રિપોર્ટ્સનુ માનીએ તો રિયલમી 8 (Realme 8) અને રિયલમી 8 પ્રૉમાં (Realme 8 Pro) 5જી ને જોડી શકાય છે. આ સીરીઝમાં બે ફોન લૉન્ચ કરવામાં આવશે, જેમાં રિયલમી 8 5G અને 8 પ્રૉ 5G ને સામેલ કરવામાં આવશે. રિયલમી 8 5Gને કેટલા સર્ટિફિકેશન અને બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ પર જોવામાં આવી ચૂક્યો છે, તો વળી રિયલમી 8 પ્રૉ 5જીને લઇને પણ કેટલીય જાણકારીઓ સામે આવી રહી છે.


કેમેરાની વાત કરીએ તો ફોનમાં 48 મેગાપિક્સલનો મેન કેમેરા સેન્સર આપવામાં આવશે. 4જી વર્ઝનમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં એક કેમેરો 64 મેગાપિક્સલનો છે. આવામાં બન્ને હેન્ડસેટ્સમાં મોટુ અંતર છે. રિપોર્ટ પ્રમાણે, એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે રિયલમી 8 5જીને V સીરીઝમાં રિબેન્ડ કરવામાં આવી શકે છે. રિયલમી V13 5Gને તાજેતરમાં જ એક 5જી વેરિએન્ટ તરીકે ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. 


ફિચર્સની વાત કરીએ તો રિયલમી 5જીમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રૉસેસર આપવામાં આવશે. આ એક લૉ કૉસ્ટ ચિપસેટ છે, જેનો ઉપયોગ સસ્તા ફોનમાં કરવામાં આવશે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવશે. જોકે ફાસ્ટ ચાર્જને લઇને અત્યાર સુધી કોઇ જાણકારી સામે આવી નથી. 


ફોનના એક ખાસ ફિચરની જો વાત કરવામાં આવે તો આમાં 90Hz ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. પરંતુ છેવટે વાત એટલે આવીને અટકી જશે કે 21 એપ્રિલે આને થાઇલેન્ડમાં લૉન્ચ કરવામાં આવશે તો ભારતમાં આની એન્ટ્રી ક્યારે થશે.