બે દિવસ માર્કેટમાં એન્ટ્રી કરશે આ શાનદાર 5G, ફોનમાં હશે 8GB રેમથી લઇને 5000mAhની બેટરી જેવા ફિચર્સ.....

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 20 Apr 2021 01:13 PM (IST)

આ ફોનની ભારતમાં ટક્કર સેમસંગના Samsung Galaxy M42 5G સાથે થવાની છે. આમાં પણ ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર અને 6000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ફોનના એક ખાસ ફિચરની જો વાત કરવામાં આવે તો આમાં 90Hz ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે યૂઝર્સને આકર્ષી શકે છે. 

Realme

NEXT PREV

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર (Chinese Smartphone Maker) રિયલમી (Realme) પોતાનો નવો સ્માર્ટફોન રિયલમી 8 5જી (Realme 8 5G) ભારતમાં 22 એપ્રિલે લૉન્ચ કરવા જઇ રહી છે. ફ્લિપકાર્ટ પર આ સીરીઝને લઇને માઇક્રોસાઇટ પણ લાઇવ કરી દેવામાં આવી છે. જોકે તે માઇક્રોસાઇટ પર સ્માર્ટફોન સીરીઝના (Realme Series) નામનો ખુલાસો નથી કરવામાં આવ્યો, પરંતુ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ રિયલમી 8 5જી (Realme 8 5G) માટે બનાવવામાં આવેલી છે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ..... 


આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ....
રિયલમી 8 5જી (Realme 8 5G) સ્માર્ટફોનમાં 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે પંચ હૉલ ડિઝાઇનની સાથે આવશે. આનો રિફ્રેશ રેટ 90Hz હશે. ફોન ડાયમેન્સિટી 700 પ્રૉસેસર વાળી હશે. ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ Realme UI 2.0 પર કામ કરશે. આમાં 8GB સુધી રેમ અને 256GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. 


કેમેરા અને બેટરી.... 
ફોટોગ્રાફીની વાત કરીએ તો Realme 8 5G સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો હશે, સાથે જ ફોનમાં 2 મેગાપિક્સલના બે અન્ય લેન્સ આપવામા આવશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે. પાવર માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી શકે છે, જે 18Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. 






રિયલમીના આ ફોનની ટક્કર ભારતમાં Samsung Galaxy M42 5G સાથે થશે....
આ ફોનની ભારતમાં ટક્કર સેમસંગના Samsung Galaxy M42 5G સાથે થવાની છે. આમાં પણ ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર અને 6000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ 5G ફોન પણ એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનના એક ખાસ ફિચરની જો વાત કરવામાં આવે તો આમાં 90Hz ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે યૂઝર્સને આકર્ષી શકે છે. 





Published at: 20 Apr 2021 01:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.