નવી દિલ્હીઃ ચાઇનીઝ મોબાઇલ ફોન કંપની રિયલમી પોતાના Realme GT 5G સ્માર્ટફોનને લૉન્ચ કરવા માટે તૈયાર છે. આને ચીનમાં પહેલાથી જ લૉન્ચ કરવામાં આવી ચૂક્યો છે. આ પહેલા યુરોપમાં લૉન્ચ થવાની સંભાવના છે, અને પછી ભારત સહિત બીજા માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે. સ્માર્ટફોનને જૂનમાં જ લૉન્ચ થવાની સંભાવના છે. આના લૉન્ચ થયા પહેલા ટિપ્સટર સુધાંશુ અંભોરેએ આની કિંમત, સ્પેશિફિકેશન્સ અને કલર ઓપ્શનનો ખુલાસો કરી દીધો છે.
Realme GT 5Gની કિંમત અને સ્પેશિફિકેશન્સ......
Realme GT 5G લેટેસ્ટ લીક ડિટેલ સુધાંશુએ ટ્વીટર પર શેર કરી છે. Realme GT 5G બ્લૂ ગ્લાસ અને યેલો (વેગન લેધર) ના બે ઓપ્શનમાં આવી શકે છે. આ 8જીબી રેમ + 128 જીબી સ્ટૉરેજ અને 12જીબી રેમ + 256 જીબી સ્ટૉરેજના બે વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. 8જીબી વેરિએન્ટની કિંમત 400 યૂરો (લગભગ 35,700 રૂપિયા) અને 12જીબી વેરિએન્ટ 450 યૂરો (લગભગ 40,200 રૂપિયા) હોઇ શકે છે.
Realme GT 5Gમાં 120Hz રિફ્રેશ રેટની 6.43-ઇંચની ફૂલ HD + AMOLED ડિસ્પ્લે છે. સ્માર્ટફોનમાં ક્વાલકૉમનુ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર છે. આ એડ્રેનો 660 જીપીયુથી પણ લેસ છે, જે 30% ગ્રાફિક ઇમ્પ્યૂવમેન્ટ એડ કરે છે. આમાં વીસી બૂસ્ટ સ્ટેનલેસ સ્ટીલ કૂલિંગ સિસ્ટમ પણ છે, જે એક નવી 3ડી વેપર કૂલિંગ ટેકનિક છે.
કેમેરા અને બેટરી
આ સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટએપ છે, જેમાં 64 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. સ્માર્ટફોનમાં 4,500mAhની બેટરી છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Moto G 5G સાથે થશે ટક્કર
Realme GT 5G ફોનના કૉમ્પીટીશનની વાત કરીએ તો મોટોરોલાનો Moto G 5G જેવા ફોન સાથે આ ફોનની જોરદાર ટક્કર થવાની છે. મોટોનો આ ફોન પણ શાનદાર કેમેરા, રેમ અને પ્રૉસેસર સાથે અવેલેબલ છે.