Realme એ તેના કેટલાક સ્માર્ટફોન્સની કિંમતમાં 1,500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. તેમાં Realme 8, Realme 8 5G, Realme C11 (2021), Realme C21 અને Realme C25s ફોનનો સમાવેશ થાય છે. Realme C21 (2021) ની કિંમતમાં 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે Realme C25sમાં 500 રૂપિયાનો વધારો થયો છે. બીજી બાજુ Realme 8 અને Realme 8 5G ની કિંમતમાં 1,500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ અને રીઅલમે.કોમ જેવા ઓનલાઇન સ્ટોર્સ સાથે કિંમતો ટૂંક સમયમાં ઓફલાઇન અપડેટ કરવામાં આવશે.
Realme 8 - કિંમત
Realme 8ના 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14,499 રૂપિયાથી વધારીને 15,999 રૂપિયા કરવામાં આવી છે. ફોનના 6GB રેમ અને 128GB સ્ટોરેજ ઓપ્શનની કિંમત 15,499 રૂપિયાથી વધીને 16,999 રૂપિયા થઈ ગઈ છે. ફોનના 8GB + 128GB ટોપ વેરિએન્ટની કિંમત 16,499 રૂપિયાથી વધીને 17,999 રૂપિયા થઈ ગઈ છે.
Realme 8 5G - કિંમત
ભારતમાં Realme 8 5Gના 4GB + 64GB વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયાથી વધારીને 15,499 રૂપિયા કરવામાં આવી છે. તમામ વેરિએન્ટની કિંમતમાં 1,500 રૂપિયાનો વધારો થયો છે. ફોનની 4GB + 128GBની કિંમત 14,999 રૂપિયાથી વધીને 16,499 રૂપિયા અને 8GB + 128GB ની કિંમત 14,999 રૂપિયાથી વધીને 18,499 રૂપિયા થઈ ગઈ છે.
Realme C11 (21) - કિંમત
Realme C11 (2021) ના 2GB + 32GB વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયાથી વધારીને 7,299 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે તેના 4GB + 64GB મોડલની કિંમત 8,499 રૂપિયાથી વધીને 8,799 રૂપિયા થઈ ગઈ છે.
Realme C21, Realme C25s - કિંમત
Realme C21ના 3GB + 32GB વેરિએન્ટની કિંમત 8,499 રૂપિયાથી વધીને 8,999 રૂપિયા અને 4GB + 64GB મોડલની કિંમત 9,499 રૂપિયાથી વધીને 9,999 રૂપિયા થઈ ગઈ છે.
Realme C25sના 4GB + 64GB વેરિએન્ટની કિંમત 10,499 રૂપિયાથી વધારીને 10,999 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે તેના 4GB + 128GB મોડલની કિંમત 11,499 રૂપિયાથી વધીને 11,999 રૂપિયા થઈ ગઈ છે.