નવી દિલ્હીઃ અફોર્ડેબલ ફોન માટે જાણીતી સ્માર્ટફોન કંપની Realme આ વર્ષે લૉન્ચ કરાયેલા ફોન Realme Narzo 30Aને ઓછી કિંમતમાં સેલ કરી રહી છે. ઓછી કિંમતમાં 6000mAhની સાથે મળી રહેલા આ ફોનને તમે એકદમ સસ્તી કિંમતે ઘર લઇ જઇ શકો છો. ખરેખરમાં હાલમાં ચાલી રહેલી Realme Days Saleમાં તમે આ ફોનને ઓછામાં ઓર્ડર કરી શકો છો, અહીં આ ફોન માત્ર 8,499 રૂપિયામાં મળી રહ્યો છે. જાણો ફોનના ફિચર્સ વિશે.......
Realme Narzo 30A સ્પેશિફિકેશન્સ-
Realme Narzo 30A સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 720x1600 પિક્સલ છે. ફોન મીડિયાટેક હીલિયો G85 પ્રૉસેસર વાળો છો. આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે.
કેમેરા-
ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્ય છે, જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે, અને આનુ અપર્ચર એફ/2.2 છે, સાથે જ પોર્ટ્રેટ કેમેરા સેન્સર, અપર્ચર એફ/2.4 છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી અને કનેક્ટિવિટી-
Realme Narzo 30A ફોનને દમદાર બનાવવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18 વૉટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આમા 4G LTE, વાઇ-ફાઇ, બ્લૂટુથ v5.0, GPS/A-GPS અને ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામા આવ્યુ છે.
Moto G10 Power સાથે થશે મુકાબલો-
Realme Narzo 30A ફોનનો મુકાબલો Moto G10 Power સાથે થશે. મોટો જી10 પાવરની કિંમત ભારતમાં 9,999 રૂપિયા રાખવામાં આવી છે, આ સ્માર્ટફોનમાં તમને 4જીબી રેમ અને 64જીબી સ્ટૉરેજ મળી જશે. સાથે જ આમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોનમાં 6000 mAhની બેટરી આપવામાં આવી છે.
Realme લૉન્ચ કરશે એકદમ સસ્તો 5G સ્માર્ટફોન, 7,000થી પણ ઓછી હોઇ શકે છે કિંમત---
દેશ અને દુનિયામાં 5G સ્માર્ટફોનનનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે હાલ સ્માર્ટફોન કંપનીઓની વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલુ થઇ ગઇ છે. દરેક કંપની પોતાના ગ્રાહકોને સસ્તી કિંમતે 5G ફોન આપવા ઇચ્છે છે. આ કડીમાં સ્માર્ટફોન કંપની Realme બહુજ સસ્તી કિંમતે 5G લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ છે કે આ 5G ફોનની કિંમત 7 હજાર રૂપિયાથી પણ ઓછી હોઇ શકે છે.
7 હજાર રૂપિયાથી પણ ઓછી હશે કિંમત-
Realmeના CEO માધવ શેઠે એ વાતની જાણકારી આપી છે કે કંપની સૌથી સસ્તો 5G ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે હજુ સુધી તેમને ફોનની લૉન્ચ ડેટનો ખુલાસો નથી કર્યો. સાથે જ કંપનીએ એ પણ નથી બતાવ્યુ કે આ ફોનમાં શું શું ખાસ ફિચર્સ આપવામાં આવશે. માધવ શેઠનુ માનીએ તો કંપની 100 ડૉલર એટલે કે લગભગ 7,000 રૂપિયાની કિંમતથી ઓછામાં 5G સ્માર્ટફોન જલ્દી લૉન્ચ કરી શકે છે. તેમને કહ્યું કે આ વર્ષે દિવાળી સુધી 60 લાખથી વધુ યૂનિટ્સ શિપ કરવામાં આવી શકે છે.
5G પર રહેશે ધ્યાન-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિયલમી હજુ સુધી 5G ડિવાઇસ પર જ પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. રિયલમીએ Narzo 30 સીરીઝના લૉન્ચિંગ સમયે સ્પષ્ટ કર્યુ હતુ કે અમારો ટાર્ગેટ આવનારા દિવસોમાં 5G સ્માર્ટફોનના મામલામાં ગ્લૉબલ લીડર બનવાનો છે.