Realme Narzo 60 Pro: સ્માર્ટફોન મેકર કંપની રિયલમી Narzo સીરીઝ અંતર્ગત ભારતમાં 2 નવા હાઇટેક સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. કંપનીએ Realme Narzo 60 અને Narzo 60 Pro લૉન્ચ કર્યા છે. આ ફોનની બેકસાઇડ તમને ગોળાકાર કેમેરા મૉડ્યૂલ અને લેધર ફિનિશ જોવા મળશે જે ફોનના ઇન્ટરનલ લૂકને સુધારે છે. આ સીરીઝમાં તમને 100 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને MediaTek ડાયમેન્સિટી 7050 પ્રૉસેસરનો સપૉર્ટ અને 12+12GB રેમ સપૉર્ટ મળે છે. કંપનીએ પહેલા જ દાવો કર્યો હતો કે આ સીરીઝ 2.5 લાખથી વધુ ફોટો સ્ટૉર કરી શકે છે. આમાં યૂઝર્સને 1TB સુધીનું ઇન્ટરનલ સ્ટૉરેજ સપૉર્ટ મળે છે.


કિંમત અને ફિચર્સ - 
કિંમત વિશે વાત કરીએ તો, કંપનીએ 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે Realme Narzo 60 Proનું વેરિઅન્ટ 23,999માં લૉન્ચ કર્યું છે. આવી જ રીતે 12GB RAM અને 1TB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. Realme Narzo 60ના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. આવી જ રીતે 8GB રેમ અને 256GB સ્ટૉરેજવાળા વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. તમે 15 જુલાઈથી આ સ્માર્ટફોન ખરીદી શકશો. ટોપ એન્ડ વેરિઅન્ટ પર ગ્રાહકોને ICICI અને SBI બેન્ક કાર્ડ પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે રિલમીની ઓફિશિયલ વેબસાઇટ અને એમેઝોન પરથી આ સ્માર્ટફોન ખરીદી શકો છો.






સ્પેશિફિકેશન્સ  - 
Realme Narzo 60 Proમાં 6.7-ઇંચની ડિસ્પ્લે છે જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. મીડિયાટેક ડાયમેન્સિટી 7050 પ્રૉસેસર, 12GB સુધીની RAM અને 1TB સુધીનું ઇન્ટરનલ સ્ટૉરેજ સપોર્ટ મોબાઇલ ફોનમાં અવેલેબલ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 100-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2-મેગાપિક્સલનો પૉટ્રેટ કેમેરો અવેલેબલ છે. કંપની ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16-મેગાપિક્સલનો કેમેરો આપે છે. આ સ્માર્ટફોન 67-વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી સાથે આવે છે.


આવી જ રીતે Realme Narzo 60માં 64-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 120hz રિફ્રેશ રેટ અને 8GB RAM અને 256GB સુધીનું ઇન્ટરનલ સ્ટૉરેજ સપૉર્ટ સાથે 6.43-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. જો યૂઝર્સ ઈચ્છે તો રેમને 16GB સુધી વધારી શકે છે.


 


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial