નવી દિલ્હીઃ દેશના સૌથી સસ્તાં 5G સ્માર્ટફોન Realme 8 5G પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળેલી જાણકારી અનુસાર, આ સ્માર્ટફોન પર 500 રૂપિયા સુધીની છૂટ આપવામા આવી રહી છે. આ સ્માર્ટફોનના 4GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે, જ્યારે આના 8 GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. સાથે જ આના 4 GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ ઓફર 28 ઓગસ્ટ સુધી વેલિડ છે. જાણો સ્માર્ટફોનના ફિચર્સ વિશે....
Realme 8 5Gની સ્પેશિફિકેશન્સ.......
Realme 8 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. આનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોન ડાયમેન્સિટી 700 પ્રૉસેસર વાળો છે. ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ Realme UI 2.0 પર કામ કરે છે. આ ફોન 4 GB+ 128 GB અને 8G+ 256GB બે વેરિએન્ટ અવેલેબલ છે.
કેમેરા અને બેટરી......
ફોટોગ્રાફીની વાત કરીએ તો રિયલમી 8 5જી (Realme 8 5G) સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સાથે ફોનમાં 2 મેગાપિક્સના બે અન્ય લેન્સ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામા આવ્યો છે. પાવર માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
કનેક્ટિવિટી ફિચર્સ.....
કનેક્ટિવિટી માટે Realme 8 5G સ્માર્ટફોમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ v5.1, જીપીએસ/એ-જીપીએસ અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો છે.
Samsung Galaxy M42 5G સાથે થશે ટક્કર...
Realme 8 5Gની ભારતમાં Samsung Galaxy M42 5G સાથે ટક્કર થશે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર આપવામાં આવી શકે છે. આ 5G ફોન Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 128 GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 64 મેગાપિક્સલનો કેમેરો છે. વળી પાવર આપવા માટે ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી શકે છે.