નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની રિયલમીના (Realme) ફોનની આજકાલ રિયલમી ડેઝ સેલ (Realme Days Sale) કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર ચાલી રહ્યો છે. આ સેલમાં રિયલમીની પ્રૉડક્ટ્સને (Realme Phones) સસ્તા કિંમતે ખરીદવાનો મોકો મળી રહ્યો છે. આ સેલમાં અમે તમને એક બેસ્ટ ડીલની વાત કરી રહ્યાં છીએ. જો તમે એક બજેટ સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમે સેલમાં રિયલમી સી12 (Realme C12) ખરીદી શકો છો. 


આ સેલમાં 8,999 રૂપિયાની કિંમત વાળો રિયલમી સી12 (Realme C12) સ્માર્ટફોન માત્ર 7,999માં ઘરે લઇ જવાનો મોકો મળી રહ્યો છે. એટલે કે આ ફોન પર કંપની 1000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. 


Realme C12ની સ્પેશિફિકેશન્સ..... 
Realme C12માં 6.5 ઇંચની મિની ડ્રૉપ ડિસ્પ્લે આપવામાં આવી છે. પરફોર્મન્સ માટે આમાં મીડિયાટેક હીલિયો G35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 10 આધારિત Realme UI પર કામ કરે છે. રિયલમીના આ ફોનમાં 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.  


કેમેરા અને બેટરી.....
ફોટોગ્રાફી માટે આમાં રિયરમાં ત્રણ કેમેરા લાગેલા છે, જેમાં પ્રાઇમ કેમેરો 13 મેગાપિક્સલનો, બીજો 2 મેગાપિક્સલનો અને ત્રીજો 2 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત આના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે આમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનની બેક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે.


POCO M3 સાથે છે ટક્કર.... 
માર્કેટમાં Realme C12ની ટક્કર POCO M3 સાથે થશે. આ ફોનમાં પણ રિયલમીના જેવા જ ફિચર્સ આપવામાં આવ્યા છે. પોકોના આ ફોનમાં પણ 6,000mAhની દમદાર બેટરી સાથે કેમેરા અને પ્રૉસેસર છે. પોકોના આ ફોનમાં કંપનીએ ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યા છે, આ ઉપરાંત 6000 એમએએચની બેટરી, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.