Discount Offer: ભારતના પહેલા 5G સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી Realme Days Saleમાં Realme X50 Pro 5G પર લગભગ 17 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કાલથી શરૂ થયેલી આ ઓફરમાં આ ફોનને ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. જો તમારે પણ ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન ખરીદવાની ઇચ્છા છે તો તમે રિયલમીનો આ ફોન ખરીદી શકો છો. તમે આ ફોનને રિયલમીની ઓફિશિયલ વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. જાણો ફોનની કિંમત, ઓફર્સ અને સ્પેશિફિકેશન્સ વિશે.......
કિંમત અને ઓફર્સ-
Realme X50 Pro 5G સ્માર્ટફોન પર 17,000નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો ફોનને SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદશો તો તમને 10 ટકાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. Realme X50 Pro 5G ત્રણ વેરિએન્ટમાં અવેલેબલ છે. આના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 37,999 રૂપિયા, 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 39,999 રૂપિયા છે. વળી આના ટૉપ મૉડલ 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 44,999 રૂપિયા છે. આના ટૉપ વેરિએન્ટને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર 30,999 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યું છે.
Realme X50 Pro 5Gની સ્પેશિફિકેશન્સ---
Realmeના નવા X50 Pro 5G સ્માર્ટફોનમાં 6.44 ઇંચની ફૂલ ડ્યૂલ પંચ-હૉલ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જોકે 90Hz રિફ્રેશ રેટની સાથે છે. આની સ્ક્રીન-ટૂ-બૉડી રેશિયો 92 ટકા સુધી આપવામા આવ્યો છે. કંપનીએ આની ડિસ્પ્લે અને બેક પેનલમાં 3D AG મલ્ટીલેયર ગ્લાસ પ્રૉટેક્શનનો ઉપયોગ કર્યો છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 SoC પ્રૉસેસર વાળો છે. આ એન્ડ્રોઇડ 10 બેઝ્ડ Realme UI 1.0 પર કામ કરે છે. આ ફોનમાં હાઇ એફિશિયન્સી VC લિક્વિડ કૂલિંગ ટેકનોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફોનને ગરમ થતાં અટકાવે છે.
કેમેરા અને બેટરી-
ફોટોગ્રાફી માટે આ ફોનના રિયરમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 64MP+ 12MP+8MP એક B&W લેન્સ આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે આમાં ડ્યૂલ પંચ હૉલ વાઇડ એન્ગલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે 32MP+8MP સેન્સર વાળો છે. ફોનમાં 4,300mAhની ડ્યૂલ સેલ બેટરી લાગેલી છે જે 65Wના સુપરડાર્ટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટની સાથે આવે છે.