ગુજરાત યુનિવર્સિટીના યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર એકની આજથી પરીક્ષાઓ શરૂ થશે. પીજી લૉ ફેકલ્ટીની અને બી.એડ સેમેસ્ટર 1ની પણ પરીક્ષાઓ પણ પ્રારંભ થશે. આ પરીક્ષાઓમાં 25 હજારથી વધુ પરીક્ષાઓ આપશે. કોરોનાને લીધે ગયા માર્ચ મહિનામાં મોકુફ કરવી પડેલી બી.એ,બી.કોમ,બીબીએ ,બીસીએ અને બીએસસી અને બીએડ સેમ.1ની ઓનલાઈન પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આજથી ઓફલાઈન મોડની પરીક્ષાઓ શરૂ થશે.


આ સાથે એલએલએમ સેમ.2ની પરીક્ષાઓ અને ડીએલપીની પણ ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. જો કે ઓનલાઈન પરીક્ષાની પસંદગી અને કેટલાક પેપરો આપી ચુકેલા 200થી વધુ વિદ્યાર્થી પણ પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 9થી11 અને બપોરે 12થી 2 એમ બે સેશનમાં રહેશે. કોરોનાની બીજી લહેર બાદ પ્રથમવાર ઓફલાઈન પરીક્ષાઓ થઈ રહી છે.


સીબીએસઈએ પરીક્ષા પદ્ધતિમાં કર્યો ફેરફાર


CBSE Class 10, 12 Board Exams 2022:  CBSEએ  2021-22 સત્રની ધોરણ  10 અને  12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિશેષ મૂલ્યાંકન યોજનાની જાહેરાત કરી છે. CBSEએ કહ્યું,  એકેડેમિક સેશનને 50-50 ટકા સિલેબસ અનુસાર બે ભાગમાં વેચવામાં આવશે. પ્રથમ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે બીજી પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવાશે.


2022ની 10 અને 12 બોર્ડ પરીક્ષાઓની યોજના પર સીબીએસઈએ કહ્યું કે, આંતરિક મૂલ્યાંકન  (Internal Assessment) અને પ્રોજેક્ટ વર્ક (Project Work) ને વધુ વિશ્વસનીય તથા કાયદેસર બનાવવાનો પ્રયાસ જારી રહેશે.


કોરોના સંકટને જોતા CBSE એ આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા પીએમ મોદીએ સીબીએસઈએ ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.


CBSEએ પોતાની નોટિસમાં જણાવ્યું કે, નવા સત્રને 50 ટકા અભ્યાસક્રમની સાથે બે સત્રમાં વેચવામાં આવશે. પ્રત્યેક સત્રના અંતમાં 50 ટકા સિલેબસની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આમ કરવાથી છેલ્લા સત્ર માટે વર્ગો લેવાની સંભાવના વધી જશે. આ સિવાય સીબીએસઈએ અન્ય દિશા નિર્દેશ પણ જારી કર્યાં છે.


CBSE બોર્ડે જણાવ્યું કે આ વર્ષ કોરોના મહામારીને કારણે તમામ શાળાઓએ ઓનલાઇન ક્લાસ ચલાવ્યા છે. તેવામાં ઘણા હિતધારકો તરફથી મળેલા સૂચનોના આધાર પર CBSEએ 2021-2022 સત્ર માટે વૈકલ્પિક રીતે બોર્ડ પરિણામ જાહેર કરવાની યોજના બનાવી છે. ઘણી શાળાઓએ અભ્યાસક્રમ ઘટાડવાની માંગ કરી હતી.