નવી દિલ્હીઃ મોબાઇલ રિચાર્જ પ્લાન ખરીદતી વખતે યૂઝર્સ ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે કયા પ્લાન ખરીદવામાં જોઈએ.  કેટલાક યૂઝર્સને વધારે પડતી નેટની જરૂર હોય છે અને કેટલાક લોકોને કોલિંગની જરૂર હોય છે. આ સિવાય ઘણા એવા પણ યૂઝર્સ છે જે વધુ વેલિડિટીવાળા  પ્લાન ખરીદવા માંગે છે. આ સ્થિતિમાં ઘણી મૂંઝવણ છે. માર્કેટમાં જિઓના સસ્તા પ્લાન આવ્યા બાદ અન્ય કંપનીઓ પણ કૉમ્પિટીશનમાં ઉતરી ગઇ છે. આ કારણે માર્કેટમાં ટેલિકૉમ સેક્ટરમાં હાલમાં જોરદાર પ્રતિસ્પર્ધા શરૂ થઇ ગઇ છે. એરટેલથી લઇને જિઓ પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત ફાયદાવાળા પ્લાન લઇને આવ્યા છે.  જિઓ 149 રૂપિયા અને 199 રૂપિયા વાળો પ્લાન સામેલ છથે. જ્યારે એરટેલના પ્લાનની કિંમત પણ 200 રૂપિયાથી ઓછી છે. જાણીએ તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે.


Jioનો 149 રૂપિયાનો પ્લાન


જિઓમાં પણ તમને 24 દિવસની વેલિડિટી માટે 149 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન મળી જશે. આ પ્લાનમાં તમને ડેલી 1જીબી ડેટા અને અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત દરરોજ 100SMS મળશે.  આ પ્લાનમાં જિઓ એપ્સનું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આ રહ્યું છે.


Airtelના 129 અને 149 રૂપિયાવાળા પ્લાન


150 રૂપિયાના પ્લાનમાં એરટેલ પાસે બે શાનદાર પ્લાન છે. જેમાં તમને 24 અને 28 દિવસની માન્યતા મળે છે. એરટેલના 129 રૂપિયાના પ્લાનમાં 1 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ તથા 300 એસએમએસ મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે. જ્યારે 149 રૂપિયા વાળા પ્લાનમાં તમને કુલ 2જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, અને આમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 300 SMS મળી રહ્યાં છે. તમે 219 રૂપિયા વાળો પ્લાન પણ લઇ શકો છો. આ પ્લાનમાં ડેલી 1જીબી ઇન્ટરનેટ ડેટા અને 100SMS, 28 દિવસની વેલિડિટી અને અનલિમીટેડ કૉલિંગ મળી રહ્યું છે.


Jioનો 199 રૂપિયાનો પ્લાન


200 રૂપિયાથી ઓછી કિંમતમાં તમને જિયોને વધુ એક પ્લાન મળી રહેશે. આ પ્લાનની કિંમત 199 રૂપિયા છે. તેની વેલિડિટી 28 દિવસ છે. આ  પ્લાનમાં તમને ડેલી 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 એસએમએસ મળશે.


Airtel નો 179 અને 199 રૂપિયાનો પ્લાન


એરટલેનો 200થી ઓછી કિંમતનો આ શાનદાર પ્લાન છે. 179 રૂપિયાના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને 2 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ Bharti Axa Life Insurance તરફથી આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કંપનીનો 199 રૂપિયાનો પણ પ્લાન છે. જેમાં રોજના 1જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ તથા દૈનિક 100 એસએમએસ મળશે. આ પ્લાનની માન્યતા 24 દિવસ છે.