શાઓમી પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Redmi 9 Power ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. Redmi 9 Power 17 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થશે. તેની જાણકારી રેડમી ઈન્ડિયાએ ટ્વીટ કરીને આપી છે. કંપની પોતાના આ ફોનને “power packed” નામથી ઓળખાવી રહી છે.


Redmi 9 Power હાલમાં જ ચીનમાં લોન્ચ થયેલા Redmi Note 9 4G સ્માર્ટફોનનું ભારતમાં રી-બ્રાન્ડેડ વર્ઝન છે. જો કે ભારતીય વર્ઝનમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ફોન ચાર કલર વેરિએન્ટમાં ઉપબલ્ધ રહેશે.

રિપોર્ટ્સ અનુસાર, કિંમતની વાત કરીએ તો આ સ્માર્ટફોન 10,999 રૂપિયા કે 11,999 રૂપિયાની શરુઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.



માઈક્રો સાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર રેડમીના આ ફોનમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરા મળશે. તે સિવાય ફાસ્ટ ચાર્જિંગ પણ મળશે. જે 18 વોટનું હશે. બેટરી 6000mAhની આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર ફોનમાં Hi-Res ઓડિયો મળશે.
Redmi 9 Power માં ક્લોકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર, 6.53 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જેનુ રિઝોલ્યુશન 1080x2340 હશે.