Redmi A3x Price in India: જો તમે ઓછી કિંમતમાં નવો અને સારો સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એક નવો વિકલ્પ આવ્યો છે, જેનું નામ છે Redmi A3x. ચીનની કંપની Xiaomiએ ભારતમાં પોતાનો નવો બજેટ ફોન લોન્ચ કર્યો છે. આ ફોનમાં પ્રીમિયમ હાલો ડિઝાઇન અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ જેવા ઘણા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. આવો અમે તમને આ ફોન વિશે જણાવીએ.


Redmi A3x ફોનની કિંમત અને ઉપલબ્ધતા
પહેલું વેરિઅન્ટ: 3GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે - આ વેરિઅન્ટની કિંમત 6999 રૂપિયા છે.


બીજું વેરિઅન્ટ: 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 7,999 રૂપિયા છે.


આ ફોન Amazon અને Xiaomi ઈન્ડિયાની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. આ સિવાય આ ફોન Xiaomi ના ઑફલાઇન પાર્ટનર્સ પાસે પણ ઉપલબ્ધ હશે. એક્સિસ બેંક, યસ બેંક અને વનકાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા એમેઝોન પર પેમેન્ટ કરીને ગ્રાહકો આ ફોન પર રૂ. 1000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.


શું છે આ ફોનની વિશિષ્ટતાઓ? 
ડિસ્પ્લે: 6.71 ઇંચની એલસીડી સ્ક્રીન, એચડી પ્લસ રિઝોલ્યુશન, 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 500 નિટ્સ પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન.


પ્રોસેસરઃ આ ફોન Unisoc T603 ચિપસેટ પર કામ કરે છે.


સોફ્ટવેર: આ ફોન એન્ડ્રોઇડ 14 પર આધારિત MIUI OS પર ચાલે છે. તે બે વર્ષનાં એન્ડ્રોઇડ અપડેટ્સ અને 3 વર્ષનાં સિક્યુરિટી પેચ અપડેટ્સ પ્રદાન કરશે.


કેમેરાઃ આ ફોનની પાછળ 8MP ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.


ફ્રન્ટ કેમેરાઃ ફોનના આગળના ભાગમાં 5MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.


બેટરીઃ આ ફોનમાં 5000mAh બેટરી અને 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.


કનેક્ટિવિટીઃ આ ફોનમાં ડ્યુઅલ સિમ, 4G LTE, WiFi 5, બ્લૂટૂથ 5.4, GPS, FM રેડિયો જેવા ઘણા કનેક્ટિવિટી ફીચર્સ છે.


અન્ય ફીચર્સઃ આ ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, AI ફેસ અનલોક, 3.5mm હેડફોન જેક સહિત અનેક ખાસ ફીચર્સ છે.


કલર્સઃ આ ફોનને વેગન લેધર સાથે મિડનાઈટ બ્લેક, મૂનલાઈટ વ્હાઇટ, ઓરા ગ્રીન, ઓલિવ ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.


આ ફોન ભારતના બજેટફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. ખાશ કરીને મધ્યમ વર્ગના લોકો માટે આ ફોન લાભદાયક રહેશે. જો તમે ઓછી કિંમતમાં નવો અને સારો સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો આ ફોન તમારા માટે સારો વિકલ્પ રહેશે.