નવી દિલ્હી: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની જિયો અને એરટેલને ટક્કર આપવા માટે સરકારી કંપની BSNL પોતાના યૂઝર્સને સસ્તા પ્લાન ઓફર કરી રહ્યું છે, જે માત્ર 16 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય કંપની અનલિમિટેડ કૉમ્બો પ્રીપેડ પ્લાન પણ આપે છે. ડેટા પૂરો થયા બાદ આ પ્લાનથી ઘણી મદદ મળે છે. આજે અમે તમને આ પ્લના વિશે જાણકારી આપી રહ્યા છીએ.
BSNL નો 16 રૂપિયાનો ડેટા પેક


BSNL પોતાના યૂઝર્સને 16 રૂપિયાના પ્લાન ઓફર કરે છે. જેને યૂઝર્સે બીજા પ્લાન સાથે એક્ટિવ કરાવી શકે છે. આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી એક દિવસની છે. જો તમારો ડેઈલી ડેટા ખતમ થઈ જાય તો તમે આ પ્લાન લઈ શકો છો. રિલાયન્સ જિયો પણ પોતાના યૂઝર્સને 21 રુપિયમાં આ પ્રકારનો પ્લાન આપે છે.

BSNL નો 57 રૂપિયાનો પ્લાન

જો તમારે વધારે ડેટાની જરૂર છે તો તમે BSNLનો 57 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો. આ પ્લાનમાં તમને 10 જીબી ડેટા મળશે. આ પ્લાન 10 દિવસ માટે વેલિડ છે. આ જિયોના 51 રૂપિયાના પ્લાનને ટક્કર આપે છે.

BSNL નો 98 રૂપિયાનો પ્લાન

BSNL ના યૂઝર્સ માટે અન્ય એક 98 રૂપિયાનો પ્લાન પણ ઉપલબ્ધ છે. 22 દિવસની વેલિડિટીના આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ સાથે જ યૂઝર્સને EroS Now નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. બીએસએનએલનો આ પ્લાન જિયોના 101 રૂપિયાના પ્લાનને ટક્કર આપે છે.